Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

મોરબીમાં સૌપ્રથમ વખત પીચ્યુંટરી ગ્રંથીની ગાંઠ(બ્રેઈન ટ્યુમર) નુ દૂરબીનથી ઓપરેશન કરાયું.

મોરબી,સુરેન્દ્રનગર, જામનગર અને કચ્છમાં સૌપ્રથમ વખત પીચ્યુંટરી ગ્રંથીની ગાંઠ (બ્રેઈન ટ્યુમર) નું ઓપરેશન નાક દ્વારા દૂરબીન (એન્ડોસ્કોપ) થી કરવામાં આવ્યું હતું પિચ્યુટરી ગ્રંથિ જે મગજના નીચેના ભાગમાં આવેલી હોય છે તે ગ્રંથિ અને મગજ નો ભાગ નાકમાંથી દૂરબીન વડે અંદર જઈને ગ્રંથિ ખોલી અને તેમાંથી ગાંઠ કાઢવામાં આવી હતી
આ ઓપરેશન મોરબીના ડો. હિતેશ પટેલ (ઓમ કાન નાક ગળા ની હોસ્પિટલ) ડો.મિલન મકવાણા  (ન્યુરો સર્જન આયુષ હોસ્પિટલ)  ડો. પ્રેયસ પંડ્યા  (શિવમ કાન નાક ગળા ની હોસ્પિટલ )  ની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

દર્દી કચ્છ જિલ્લાના અંજાર ગામ નું હતું દર્દીનું નામ નરેશકુમાર તુરી છે અને દર્દી એ પોતાનું ઓપરેશન બહાર ક્યાંય ચેકો મૂક્યા વગર કે ઉપરથી મગજ ખોલ્યા વગર દૂરબીનથી કરી આપવા બદલ ત્રણેય ડોક્ટરની ટીમને અભિનંદન આપ્યા હતા.

(11:56 am IST)