Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

મોરબીના ધુનડા રોડ ઉપર અરેરાટી ભરી ઘટના :કેન્સરની બીમારીથી કંટાળી પરિણીતાએ ઝાડમાં ગળેફાંસો ખાધો.

dir="ltr">મોરબી : મોરબીના ધુનડા રોડ ઉપર માધવ ગૌશાળા નજીક કેન્સરની બીમારીથી કંટાળી પરિણીતાએ ઝાડમાં પ્લાસ્ટિકની દોરી બાંધી ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા અરેરાટી વ્યાપી જવા પામી છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ધુનડા રોડ ઉપર ફલોરા એપાર્ટમેન્ટમાં રહેતા ધરતીબેન નીલેશભાઇ માકાસણા, ઉ.40 નામના પરિણીતાએ કેન્સરની બીમારીથી કંટાળી જઈ ઘર નજીક આવેલ માધવ ગૌશાળા સામે ખુલ્લા પ્લોટમાં બાવળના ઝાડમાં પ્લાસ્ટિકની દોરી બાંધી ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું.
(12:00 pm IST)