Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

કાર ઉંધી વળતા આમરણના કમ્પાઉન્ડરના ઇજનેર પુત્ર વાણંદ યુવાનનું કરૂણ મોતઃ બીજા ભાઇને ઇજા

આમરણ તા.૧૭ : આમરણના આશાસ્પદ વાળંદ યુવાનનું ગઇકાલે સાંજે માર્ગ અકસ્માતમાં મૃત્યુ થતા શોકની લાગણી છવાઇ છે. આમરણ ખાતે પ્રાથમીક આરોગ્ય કેન્દ્રમાં કમ્પાઉન્ડર તરીકે વર્ષોથી નોકરી કરતા રમેશભાઇ રાઠોડના અમદાવાદ સ્થિત બે યુવાનો એન્જિનિયર પુત્રો ભાવિન (ઉ.વ.૩૧) અને મિલન (ઉ.વ.ર૯) બંને મકરસંક્રાતના તહેવાર હોય માતા-પિતાને મળવા કાર લઇ આમરણ તરફ આવીરહયા હતા. ત્યારે હળવદ મોરબી વચ્ચે કાર પલટી ખાઇ જતા નાના પુત્ર મીલન (ઉ.વ.ર૯)નજું લિવર ડેમેજને કારણે અકાળે મૃત્યુ સમાચારથી અરેરાટી ફેલાઇ હતી. જયારે મોટા પુત્ર ભાવિનને પગમાં ફેકચર થયુ હતુ. સૌ પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે મિલનને રાજકોટ ખાતે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં સારવાર મળે તે પહેલા દમ તોડી દીધો હતો.

મળતી વિગત મુજબ મૃતક મિલન અમદાવાદ ખાતે ટેલીફોન કંપનીમાં ફરજ બજાવતો હતો. મૃતક એન્જિનિયર પત્ની અને બે માસના પુત્રને વિલાપ કરતા મુકી ફાની દુનિયા છોડી દેતા પરિવારજનોના આક્રંદે સૌને હચમચાવી મુકયા હતા. આજે બપોરે નીકળેલ  સ્મશાનયાત્રામાં ગામલોકો જોડાયા હતા.

ચોધાર આંસુ સાથે પિતા રમેશભાઇ રાઠોડે હૃદયપુર્વક વાત જણાવતા કહયું હતું કે, કાર પલટી જવાની ઘટના બાદ તુરંત મિલને મને ઘટનાની જાણ કરી હતી અને કહયુ હતુ કે, પપ્પા તમે ચિંતા ના કરશો અમોને કશી ઇજા નથી થઇ અમો બંને ભાઇ સ્વસ્થ છીએ. પરંતુ બાદમાં મિલને દુખાવાની ફરિયાદ કરતા ૧૦૮ મારફત મોરબી હોસ્પિટલમાં દાખલ થયા બાદ વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જીવનદીપ બુઝાઇ ગયો હતો. આમરણ ચોવીસી અને વાણંદ સમાજમાં શોક છવાયો છે.

(12:10 pm IST)