Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

ધોરાજી જનતાબાગ કિંડ્રાગણ માટે પ લાખની ગ્રાન્ટ ફાળવતા લલિત વસોયા

(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી તા.૧૭ : ધોરાજી રાજાશાહી વખતના જનતા બાગમાં ફુલછોડો સુકાય ગયેલ બાદમાં લોક લાગણીને માન આપી મીત્રોના સહકારથી ધોરાજીના જનતાબાગને ફરી વિકસીત થતા અને બાગને નવા ફુલછોડ લોન ફુલઝાડ લાકડાઓ ફુવારા અને બાળકો માટેના રમતગમતના સાધનો ફિટ કરી આઠ દિવસ પુર્વે જનતા બાગને ખુલ્લો મુકયો હતા અને આજે ધોરાજીના જનતા બાગમાં બહોળી સંખ્યામાં બાળકો વૃધ્ધો માતાઓ પોતાના પરિવાર સાથે જનતાબાગમાં જાણે નવી રોનક આવી ગઇ હતી. આ તકે ધોરાજીના ધારાસભ્ય લલિતભાઇ વસોયાને વડીલો દ્વારા રજુઆત કરાતા બાળકોના ક્રિંડાગણના સાધનો પુરતા પ્રમાણમાં ન હોવાથી રજુઆત કરાતા બાળકોના ક્રિંડાગણના સાધનો પુરતા પ્રમાણ ન હોવાથી રજુઆત કરાતા સ્થળ પર ધારાસભ્ય લલીતભાઇ વસોયાએ પોતાની ગ્રાન્ટમાંથી જુદી જુદી વસ્તુઓ લેવા માટે પ લાખની ગ્રાન્ટની જાહેરાત કરતા હાજર લોકોએ લલીતભાઇને શુભેચ્છાઓ આપેલ હતી.

આ તકે લલીતભાઇ વસોયા, નગરપતિ ડી.એલ.ભાષા અરવિંદભાઇ વોરા, જગદીશભાઇ રાખોલીયા, દલાભાઇ  સહિતની હાજરીમાં ગ્રાન્ટનીરકમની જાહેરાત કરાય હતી.

(12:11 pm IST)