Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

ગોંડલમાં ઓઇલ મીલની ઓરડીમાં ૪૯ હજારના દારૂ સાથે વિજય રાઠોડ પકડાયો

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૧૭ : સીટી પોલીસે દરોડો પાડી રૂ. ૪૯૬૦૦ દારૂના જથ્થા સાથે એકને ઝડપી લીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ સિટી પોલીસે બાતમીના આધારે નેશનલ હાઈવે ઉપર આવેલ દિનેશભાઈ ના ગોકુલ ઓઇલ મિલની ઓરડીમાં ભાડેથી રહેતા મૂળ ભોજપરા ગામ વિજય ગણપતભાઇ રાઠોડ ને ત્યાં દરોડો પાડી રૂપિયા ૪૯૬૦૦ના વિદેશી દારૂના જથ્થાને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી આદરોડા કામગીરીમાં સીટી પીઆઇ સંગાડા, હેડ કોસ્ટેબલ યુવરાજસિંહ જાડેજા, વિશાલ ભાઈ સોલંકી, મહેન્દ્રભાઈ ખીમસુરીયા, જયંતિ ભાઈ સોલંકી તેમજ દિવ્યરાજસિંહ જાડેજા જોડાયા હતા સાથે આ વિદેશી દારૂનો જથ્થો કોના દ્વારા મોકલવામાં આવ્યો હતો અને છેલ્લા કેટલાક સમયથી દારૂનો વેપલો ચલાવવામાં આવી રહ્યો હોવા અંગેની આરોપીની પૂછપરછ હાથ ધરી હતી.

(1:03 pm IST)