Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

સાવરકુંડલામાં ટ્રાન્સફોર્મર રીપેરીંગના ગોડાઉનમાં આગ ભભુકી

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા તા. ૧૭ : સાવરકુંડલાના મહુવા રોડ જીઇબીના ટ્રાન્સફોર્મર રીપેરીંગ કરવાના ગોડાઉનમાં ગઇકાલે રવિવારે બપોરે એકાદ વાગ્યે એકાએક આગ લાગી હતી.

જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આકાશના ધુમાડાના ગોટા ચડયા હતા, જેથી શહેરમાં આગની જાણ થતા લોકો સ્થળ ઉપર ધસી ગયા હતા તો નગરપાલીકાના ફાયર ફાયટરોએ પણ તાત્કાલીક સ્થળ પર ધસી જઇ પાણીનો મારો ચલાવતા આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

સમયસર આગ કાબુમાં આવી જતા આજુબાજુ આવેલા સ્થળોએ નુકસાન થતા અટકયું હતું.

(1:02 pm IST)