Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

સાવરકુંડલાના ઇકબાલ ગોરીની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઇનોરીટી સેલમાં મહામંત્રી તરીકે નિમણૂંકને આવકાર

સાવરકુંડલા, તા.૧૭: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ- માઇનોરીટી સેલમાં સાવરકુંડલાના સામાજિક કાર્યકર અને કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન શ્રી ઇકબાલભાઇ ગોરીની પ્રદેશ મહામંત્રી તરીકે વરણી કરવામાં આવતા આનંદની લાગણી અનુભવીએ છીએ.

શ્રી ગોરીની નિમણુંકથી અમરેલી જિલ્લામાં માઇનોરિટી સમાજનુ સંગઠન વધુ મજબૂત બનશે, અને તેઓની સંગઠન શકિતનો ફાયદો તેમના સમાજ તથા અન્ય સમાજને પણ મળશે. તેમ ભાનુભાઈ કોઠિયા, પ્રમુખ ખાંભા તાલુકા વિકાસ સમિતિએ જણાવ્યુ છે.

(1:03 pm IST)