Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

પોરબંદરમાં વધુ ર તબીબોનો કોરાના પોઝીટીવ રિપોર્ટ

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૭ :.. ચારેક દિવસ પહેલા ર ડોકટરો સહિત કુલ પાંચ વ્યકિતના કોરાના પોઝીટીવ રિપોર્ટ આવ્યા પછી વધુ ર ડોકટરોનો કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યો છે.

શહેરમાં ખાનગી દવાખાનું ધરાવતા ડો. સુરેશભાઇ ગાંધીનો કોરોના અંગે ટેસ્ટ કરાવતા તેઓનો કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતા તેમની સારવાર શરૂ કરાયેલ છે. આ ઉપરાંત જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કવિતાબેનનો આરપીસીઆર ટેસ્ટ કરતા તેમનો કોરોના  પોઝીટીવ રીપોર્ટ આવ્યો છે તેઓને હોસ્પીટલમાં જરૂરી સારવાર આપ્યા બાદ તેઓને હાલ આઇસોલેટ રાખવામાં આવ્યા છે.

ગઇકાલે પ૬૮ વ્યકિતઓના ટેસ્ટ કરાયેલ હતાં જેમાં વિસાવાડાની ૧ મહિલાનો કોરાના પોઝીટીવ રીપોર્ટ આવતા સીવીલ હોસ્પિટલમાં સારવાર અપાય રહી છે જિલ્લામાં હાલ ૪૮ કેસ હોમ આઇસોલેશનના છે.

(12:45 pm IST)