Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

મોરબીમાં રૂપિયા બાબતે પિતાએ ઠપકો આપતા પુત્ર લાલજી પરમારનો સળગી જઇ આપઘાત

મામા અને પરિવારજનોની નજર સામે જ શરીરે જ્વલનશીલ પ્રવાહી છાંટી કાંડી ચાંપી મોત મીઠું કરી લેતા અરેરાટી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૧૭ : મોરબીની બોયઝ હાઇસ્કુલ પાસે રાત્રીના સુમારે યુવાને શરીરે જવલનશીલ પ્રવાહી છાંટીને અગ્ન પછેડી ઓઢી લેતા યુવાનનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. મૃતક યુવાનને રૂપિયા બાબતે પિતાએ ઠપકો આપતા અંતિમ પગલુ ભરી લીધાનું ખુલ્યું છે.

મોરબીના વજેપરમાં રહેતા જગદીશ ભગવાનજીભાઇ પરમાર નો પુત્ર લાલજીભાઇ જગદીશભાઇ પરમાર ઉ.વ.૨૦ વાળો ગઈકાલે વહેલી સવારે ઘરેથી નિકળયા બાદ ગુમ હતો એને પરિવાર તેની શોધખોળ કરી રહ્યો હતો.દરમ્યાનમાં લાલજીભાઇએ રાત્રીના સુમારે તેના મામાને ફોન કરીને કહ્યું કે સદભાવના હોસ્પિટલ નજીક બોયઝ હાઇસ્કુલની પાસે હોવાનું અને મને લેવા માટે આવો તેમ જણાવ્યું હતુ.પરિવાર તેને લેવા માટે આવ્યો હતો. તે દરમ્યાનમાં પરિવારના સભ્યોને જોઈને લાલજી પરમારે શરીરે જવલનશીલ પ્રવાહી છાંટીને કાંડી ચાંપી લેતાં તેનું ગંભીરપણે દાઝી જવાથી ઘટનાસ્થળે જ મોત નિપજયુ હતુ.બનાવની જાણ થતા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પી.એમ માટેખસેડીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી

તો બનાવ અંગે મોરબી એ ડીવીઝન પોલીસ મથકના તપાસ અધિકારી એ પી જાડેજા પાસેથી પ્રાથમિક માહિતી મળી હતી કે મૃતક લાલજી પરમારને તેના પિતાજીએ રૂપિયા ઘરેથી લઇ જવા બાબતે ઠપકો આપ્યો હોય જે બાબતે લાગી આવતા તેને જાત જલાવી જીવન ટુંકાવ્યું હતું.

(12:46 pm IST)