Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

વેરાવળ લોહાણા મહાજન પ્રમુખ તરીકે દીપક કકકડ, ઉપપ્રમુખ રમેશ ભુપ્તા બિનહરીફઃ જ્ઞાતિજનોમાં ભારે ઉત્સાહ

વેરાવળ, તા.૧૭: લોહાણા મહાજનની ચુંટણી જાહેરાત કરવામાં આવેલ અનેક અડચણો વચ્ચે કાયદાકીય રીતે ચુંટણીની પ્રક્રીયા કરવામાં આવેલ હતી. ચુંટણી પ્રક્રીયા પુર્ણ થતા ચુંટણી કમીશ્નરે પ્રમુખ તરીકે દીપક કકકડ, ઉપપ્રમુખ રમેશ ભુપ્તા બિન હરીફ જાહેર કરેલ હતા જેથી જ્ઞાતિજનોએ હર્ષોઉલ્લાસ છવાયેલ હતો.

વેરાવળ લોહાણા મહાજનની ચુંટણી ર૦રર થી ર૦રપ ૩ વર્ષ માટે જાહેર કરેલ હતી અનેક કાયદાકીય અડચણો વચ્ચે આ ચુંટણી  પ્રક્રીયાની તમામ કાર્યવાહી રાત્રે પુર્ણ થયેલ હતી ચુંટણી કમીશ્નર બીપીનભાઈ અભાણી(ભગતભાઈ) એ જણાવેલ હતું કે પ્રમુખ અને  ઉપપ્રમુખ માટે જ્ઞાતિજનોએ ચુંટણી માટે ફોર્મ ભરેલ હતા પણ જ્ઞાતિ એકતાની ભાવના સાથે ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેચેલ હતા. ફકત પ્રમુખ પદના એક ઉમેદવારનું નિયમો મુજબ રદ કરાયેલ હતું અને પ્રમુખપદ તરીકે ર૦રર થી ર૦રપ સુધી દીપક વૃ્રજલાલ  કકકડ ઉપપ્રમુખ તરીકે રમેશ ચંદુલાલ ભુપ્તા બિનહરીફ જાહેર કરેલ હતા.

ર૦૧૯ થી ર૦રર દરમ્યાન રમેશભાઈ ભુપ્તા, યુવક મંડળના પ્રમુખ રશ્મીનભાઈ લખાણી તેમજ કારોબારી દ્રારા અનેક સુંદર આયોજન થયેલ હતા તેથી જ્ઞાતિજનોએ તેમની કામગીરી બિરદાવી અને બન્ને બિનહરીફ ચુંટાયેલા હોદેદારો જ્ઞાતિને સૌથી આગળ લાવવા પ્રયત્ન કરેલ કોરોનાની કપરા સંયમ કરેલ કામગીરીની મોટી નોંધ લીધેલ હતી કોરોનાના નિયમોને લઈને દરેક વિનંતી કરવામાં આવેલ છે કે શુભેચ્છા માટે કઁઈએ લોહાણા વંડી ઉત્સાહથી ભેગું થવું અને ટેલીફોનીક શુભેચ્છાઓ આપવા જણાવેલ હતું સમગ્ર વહીવટી  તંત્ર,પોલીસ તંત્ર જ્ઞાતિજનો સહીત અનેકનો ચુંટણી કમીશ્નરે આભાર માનેલ હતો.

(12:48 pm IST)