Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

વિસાવદર પ્રત્યે એસ.ટી.ની સરેઆમ ઉપેક્ષાઃ સમયાંતરે અર્ધોઅર્ધ રૂટો કાપી નાખ્યા : પ્રજામાં ભભૂકતો રોષ

(યાસીન બ્લોચ દ્રારા) વિસાવદર તા.૧૭ : વિસાવદર વિસ્તારના એસ.ટી.રૂટો જ કેમ કપાય છે..? તેવો ટિમગબ્બરે વેધક સવાલ ઉઠાવ્યો છે.વિસાવદરના જ સમયાંતરે ૫૦% ઉપરના રુટો કપાય ગયા બાકી હતું ત્યાં ભરચક ટ્રાફિક વાળી મોણપરીથી-જુનાગઢ વાયા પ્રેમપરા વાળી જૂની એસ.ટી. બસ પણ બંધ કરાતા મુસાફરોમાં રોષ ભભૂકી ઉઠયો છે.

ટિમ ગબ્બર ગુજરાતના કે.એચ.ગજેરા તથા વિસાવદરના એડવોકેટ નયનભાઇ જોશીએ સંબંધકર્તાઓને લેખીત રજુઆતમાં જણાવેલ છે કે, મોણપરીથી- જુનાગઢ વાયા પ્રેમપરા વાળી જૂની એસ.ટી.બસ સવારના ૬/૩૦ વાગ્યે ઉપડતી એસ.ટી.બસ વાયા પ્રેમપરા, વિસાવદર થઈને ચાલતી હતી જે બસ એસ.ટી.તંત્ર દ્વારા બંધ કરવામા આવેલ છે તેનાથી મોણપરીથી- જુનાગઢ વાયા પ્રેમપરા વાળી જૂની એસ.ટી. બસ પ્રજાને ખૂબ જ ઉપયોગી બસ હતી તે બંધ થવાથી મોટી અગવડતા અને હેરાનગતી ઉભી થયેલ છે આ એસ.ટી.બસ વર્ષોથી ચાલુ હતી અને આ એસ.ટી.બસમાં પૂરતો ટ્રાફિક મળતો હતો એમ છતાં પણ કોઇ કારણોસર આ બસને બંધ કરી દેવામાં આવેલ છે.આ બસનો ગ્રામ્ય પંથકના દ્યણાં બધાં વિધાર્થીઓ ઉપયોગ કરતા હતા અને આ વિસ્તારના હીરાદ્યસુઓ અનેક દર્દીઓને પણ આ બસનો લાભ મળતો તે બંધ થયેલ છે તથા લોકોને કામ માટે ઉપયોગી એક માત્ર એસ.ટી બસની સુવિધા હતી તે પણ ઝૂંટવી લેવામાં આવેલ છે આ બસમાં પૂરતો ટ્રાફીક હોવા છતાં બંધ કરી દેવાતા આ વિસ્તારની પ્રજાને ખૂબ જ મુશ્કેલી પડે છે પ્રજાની સુખ સગવડતાં માટે આ બસ ચાલું હતી તે બંધ કરવાથી મુસાફરોને ખુબજ અગવડતા અને હેરાનગતિ ઉભી થાય છે.એક તરફ એસ.ટી.તંત્ર હાથ ઊંચો કરો અને બસ ઉભી રાખી તેમાં બેસવાની જાહેરાત કરી મુસાફરોને આકર્ષવા પ્રયાસો કરે છે ત્યારે બીજી તરફ એસ.ટી.ના પૂરતા ટ્રાફિક વાળી બસો બંધ કરાતી હોય,વિસાવદર તાલુકા પ્રત્યે એસ.ટી.દ્રારા સરેઆમ ઉપેક્ષા સેવાતી હોય તે રીતે સતત રૂટો બંધ કરવાનો સીલસીલો હજુ પણ ચાલુ રહેતા પહેલાનાં પ્રમાણમાં હાલ માંડ ૫૦્રુ રૂટો ચાલું રહ્યા છે તેમ જણાવી ટીમ ગબ્બરના એડવોકેટ નયનભાઇ જોષીએ બંધ રૂટો ત્વરિત શરૂ કરવા માંગ કરી છે.

ગ્રામસેવકની ભરતી જુના પરીપત્ર મુજબ કરો તથા નવો પરિપત્ર રદ કરો

ટિમગબ્બરના કે.એચ.ગજેરા તથા વિસાવદરના એડવોકેટ નયનભાઇ જોશીએ સંબંધકર્તાઓને લેખીત રજુઆતમાં જણાવેલ છે કે,રાજય સરકારે તા.૧૧.૧.૨૨ ના રોજ નવુ નોટિફિકેશન જાહેર કર્યુ જેમાં ગ્રામ સેવકની ભરતી નિયમોમાં ડિપ્લોમા ખેતીવાડી અને બીઆરએસ લાયકાત ધરાવતા ઉપરાંત બી. એસ .સી એગ્રીકલ્ચર, બી.એસ.સી હોર્ટિકલ્ચર, BE (એગ્રીકલ્ચર)નો કરેલ સમાવેશ કરી દેવામાં આવ્યો છે જેનાથી કૃષિ ક્ષેત્રના ડિપ્લોમાં અને BRS ના વિદ્યાર્થીઓ સાથે સીધો અન્યાય થવા જઈ રહ્યો છે.કૃષિ ક્ષેત્રના ડિપ્લોમા અને BRSના વિદ્યાર્થીઓ માટે સરકારી ક્ષેત્રમાં માત્ર 'ગ્રામસેવક' અને ખેતી મદદનીશ ઉપરાંત કોઇ તક રહેલી નથી, આ અભ્યાસ ગુજરાતી માધ્યમમા હોય અન્ય સરકારી નોકરીનાવિકલ્પો પણ તેમના માટે રહેતા નથી.તેમજ વર્ગ-૩ની આ પોસ્ટ તેમના અભ્યાસ ક્રમને અનુરૂપ ફિલ્ડને લગતી પોસ્ટ છે, સરકારમા આ ભરતીએ તેમના માટે એક માત્ર સપનુ છે અને જો બી.એસ.સીએગ્રીકલ્ચર, બી.એસ.સીહોર્ટિકલ્ચર,BE (એગ્રીકલ્ચર) વગેરેને ગ્રામસેવકની નોકરી માટે લાયક ગણવામા આવશે તો ડિપ્લોમા ખેતીવાડી અને બીઆરએસની લાયકાત ધરાવતા તમામ વિદ્યાર્થીઓ માટે સરકારી નોકરીએ એક સપનુ બની જશે બીજી બાજુ અન્ય ટેકનિકલ ડિગ્રી ધરાવતા આ સાથેના વિદ્યાર્થીઓ માટે એગ્રીકલ્ચર ઓફીસર,વિસ્તરણ અધિકારી જેવી અનેક સીધી અને જીપીએસસી ની ભરતીઓમાં માન્ય ગણવામાં આવે છે અને રોજગારી માટેના તેમને પૂરતા વિકલ્પો છે, તેમની આવ કોઇપણ પોસ્ટ માટે કૃષિ ક્ષેત્રના ડિપ્લોમાના અભ્યાસક્રમ અને ગ્ય્લ્ ને લાયક ગણવામાં આવતા નથી.માટે રાજયના હજારો ખેતીવાડી ડિપ્લોમા અને બીઆરએસ વિદ્યાર્થી ઓના ભવિષ્ય ખાતર રાજય સરકારે તા.૧૧.૦૧.૨૦૨૨ નો પરિપત્ર રદ કરવો જોઈએ.સને-૨૦૧૬-૧૭ ની ગ્રામસેવકની છેલ્લી ભરતીમા બી.એસ.સી એગ્રીકલ્ચર,બી.એસ.સી હોર્ટિકલ્ચર,BE (એગ્રીકલ્ચર) ની શૈક્ષણિક લાયકાત ન હતી.ત્યાર બાદ એકપણ વાર ભરતી થઈ નથી ત્યાં અચાનક આ પ્રમાણે નિયમોમાં ફેરફાર કરવાથી કૃષિ ક્ષેત્રના ડિપ્લોમા અને BRS સાથે સીધો જ અન્યાય છે માટે રાજય સરકારને રજુવાત છે કે તા.૧૧.૦૧.૨૦૨૨ નો પરીપત્ર રદ કરવામા આવે અને જુના પરિપત્ર તા.૨૫.૧૧.૨૦૧૯ મુજબ જ ગ્રામસેવકની ભરતી પ્રક્રીયા હાથ ધરવામા આવે તેવી ટીમ ગબ્બરે માંગણી કરી છે.

રાષ્ટ્રીય યુવા દિનની ઉજવણી

વિસાવદર શ્રીસ્વામિનારાયણ ગુરુકુળ ખાતે સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ કે જે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવાય છે તે નિમિત્ત્।ે વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદજીના જીવન પરિચય વિશે વ્યાખ્યાન ગુરૂકુળના સંચાલક શ્રી જીતુભાઇ ડોબરીયાએ રજુ કર્યું હતુ. ધો. ૧૦ની વિદ્યાર્થીનીઓ કુમારી વિશ્વા મનસુખભાઇ માલવિયા તેમજ ડોબરીયા હેત્વીએ સ્વામી વિવેકાનંદના જીવન પ્રસંગો વિશે માહિતી આપી હતી. શિક્ષક સરવૈયાએ પ્રાસંગિકપ્રવચન કર્યું અને શાળા પરિસરમાં સમૂહ વંદેમાતરમ ગાન થયું અને સમૂહ રાષ્ટ્રગીત સાથે સમાપન થયું હતું.

કાર્યક્રમનું સંચાલન પાનેલિયાએ કર્યુ હતુ.

ધારાસભ્યની રજુઆત

જુનાગઢ -ભેસાણ- પરબ વાવડીથી એન.એચ.જંકશન રોડનુ કામ શરૂ કરવા પાંચ તાલુકાના પ્રશ્નનો ઉકેલ લાવવા પર્યાવરણ મંત્રીને ધારાસભ્ય હર્ષદભાઇ રીબડીયાએ રૂબરૂ રજૂઆત છે.વિસાવદર ભેસાણ ના જાગૃત ધારાસભ્ય હષઙ્ખદ રીબડીયાએ આ પ્રશ્ન હલ થાય તેમાટે રાજયના વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિહ રાણાને સવિસ્તાર રજુઆત કરી છે.

દિવ્યાંગ બાળકો ભોજન પીરસાયું

વિસાવદર માનવ સેવા સમિતિ દ્વારા સંસ્થાનાં પ્રમુખ રમણીકભાઇ દુધાત્રાની પ્રેરણા તેમજ માર્ગદર્શન હેઠળ વિસાવદર માનવ સેવા સમિતિનાં મંત્રી રમણીકભાઇ ગોહેલના આર્થિક સહયોગ દ્વારા જુનાગઢ બાજુમાં વિજાપુર પાસે આવેલ અતિગંભીર દિવ્યાંગ બાળકોની સંસ્થા નાં તમામ બાળકોને મીઠાઈ-ફરસાણ સાથે નું ફૂલ ડીસ ભોજન પીરસવામાં આવેલ સંસ્થાની સુંદર કામગીરી બદલ સંસ્થાનાં પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર,વ્યવસ્થાપક પ્રફુલ્લભાઈ પરમાર, રાજુભાઇ ગાંધી, કલ્પેશભાઈ પરમાર તેમજ સંસ્થા નાં સમગ્ર સ્ટાફગણ ની સુંદર કામગીરીને બિરદાવતાં વિસાવદર માનવસેવા સમિતિ નાં પ્રમુખ રમણીકભાઇ દુધાત્રા, મંત્રી રમણીકભાઇ ગોહેલ તેમજ વિસાવદર શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રી હિરેનભાઈ રાઠોડે અભિનંદન આપ્યા હતા.

લઘુમતી મોરચા દ્વારા વિરાંજલી કાર્યક્રમ યોજાયો

વિસાવદર શહેર ભાજપ લદ્યુમતી મોરચા દ્વારા સરદાર ચોક ગેબન્સાપીરની દરગાહ પાસે વીરાંજલી કાર્યક્રમ અંતર્ગત ભારત દેશના શહીદવિરોને શ્રદ્ઘાંજલિ આપવા માટે વંદેમાતરમ સમૂહ ગાન ગાયેલ હતું.જેમાં જિલ્લા ભાજપ પૂર્વ મંત્રી રમણિકભાઈ દુધાત્રા, વિસાવદર શહેર ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ જાવેદ મોદી,મહામંત્રી આસીફ કાદરી ,ઓશુભાઈ હમીરકા, મહેબુબબાપુ કાદરી, જાવેદ વિશળ,ફેજલ સાહમદાર,જબીર હમીરકા વિગેરે હાજર રહ્યા હતા

આયુષ્યમાન કાર્ડ કેમ્પ યોજાયો

વિસાવદરમાં શ્રી માધવ ક્રેડિટ કો. ઓપ. સોસાયટી લી. શાખા દ્વારા આયોજિત ઇ. શ્રમ કાર્ડ તથા આયુષ્યમાન કાર્ડ કાઢવાનો કેમ્પ યોજાયો હતો.જેમાં ઇ.શ્રમ કાર્ડ, આયુષ્યમાન ભારત કાર્ડ વિનામૂલ્યે કાઢી આપવામાં આવ્યા હતા. કેંમ્પનું દીપપ્રાગટ્ય સોસાયટીના વાઇસ ચેરમેન રમણિકભાઈ દુધાત્રા,ડિરેકટરો બાલુભાઈ લાખાણી,વિઠલભાઈ દુધાત્રા, હરેશભાઈ સાવલિયા, દિનેશભાઇ શાહ, ધીરુભાઈ ચોટલીયાના વરદ હસ્તે કરાયું હતું.કાર્ડ કાઢી આપવા માટે વિપુલભાઇ ગોસ્વામીએ સેવા આપી હતી.મેનેજર હર્ષદભાઇ મુગલપરાએ જહેમત ઉઠાવી હતી.

વિસાવદર ની સામાજિક સંસ્થાઓ દ્વારા સેવાકાર્ય

વિસાવદર ખાતે કાર્યરત સામાજિક અને સેવાકીય સંસ્થાઓ લાયન્સ કલબ, રોટરી કોમ્યુનિટી કોર્પ્સ તેમજ માનવ સેવા સમિતિ દ્વારા સંયુકત રીતે લાયન્સ કલબ વિસાવદરના સિનિયર માર્ગદર્શક લાયન ભાસ્કરભાઈ જોશી, માનવ સેવા સમિતિનાં પ્રમુખ રમણીકભાઇ દુધાત્રા તેમજ રોટરી કોમ્યુનિટી કોર્પ્સનાં પ્રમુખ કૌશિકપુરી ગૌસ્વામી સહિતનાની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ સેવાયજ્ઞનાં પ્રોજેકટ ડાયરેકટર માનવ સેવા સમિતિ નાં મંત્રી રમણીકભાઇ ગોહેલ તેમજ લાયન્સ કલબ વિસાવદરના ટ્રેઝરર લાયન ચંદ્રકાન્ત ખુહાનાં આર્થિક સહયોગ થી વિસાવદર શહેરના સ્લમ વિસ્તારના ગરીબ પરિવારનાં બાળકો ને મકરસંક્રાંતિ પર્વની ઉજવણીનાં ભાગરૂપે પતંગ તેમજ બિસ્કીટ પેકેટનું વિતરણ કરી બાળકોનાં ચહેરાપરનાં રાજીપાનાં દર્શન કરેલ આ સેવાયજ્ઞમાં મથુરભાઈ પરમાર પણ જોડાયા હતા.

મૃતાત્માના મોક્ષાર્થે શાંતિ યજ્ઞ યોજાયો

વિસાવદર મેડિકલ સાધન સેવા કેન્દ્ર ખાતે વિસાવદર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વર્ષ દરમિયાન અવસાન પામેલા મૃતાત્માઓ નાં મોક્ષાર્થે શાંતિ યજ્ઞ યોજાયો હતો.વિસાવદર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી વર્ષ દરમિયાન અવસાન પામેલા મૃતાત્માનાં પરિવારજનો ની ખાસ ઉપસ્થિતિ વચ્ચે બ્રહ્મદેવો શાસ્ત્રી દિલીપભાઈ ત્રિવેદી તેમજ ભરતભાઈ જોશી દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞમાં આહુતિ અપાવી શાંતિ યજ્ઞ સંપન્ન કરવામાં આવેલ આ યજ્ઞ નું છેલ્લા છ રવિવાર થી મર્યાદિત સંખ્યામાં આયોજન કરવામાં આવ્યું હતું શાંતિ યજ્ઞ દરમિયાન અગ્રણી ઉદ્યોગપતિ અને દાતાશ્રી બિપીનભાઈ રામાણી,માનવ સેવા સમિતિ નાં પ્રમુખ રમણીકભાઇ દુધાત્રા, જુનાગઢ જિલ્લા પંચાયત નાં ઉપપ્રમુખ વિપુલભાઈ કાવાણી, વિસાવદર ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ દિલીપભાઇ કાનાબાર, વિસાવદર નગરપાલિકા પૂર્વ પ્રમુખ રાજભાઈ રીબડીયા, વિસાવદર માનવ સેવા સમિતિ નાં મંત્રી રમણીકભાઇ ગોહેલ, વિસાવદર રોટરી કોમ્યુનિટી કોર્પ્સ નાં પ્રમુખ કૌશિકપુરી ગૌસ્વામી, અગ્રણી પંકજભાઈ જેઠવા, જેન્તીભાઇ ગોંડલીયા, જે.પી.છતાણી,યોગેશભાઈ દવે, ધર્મેશભાઈ વ્યાસ, શાંતિભાઈ પાણેરી, અમૃતભાઈ રાઠોડ, વજુભાઈ વધાશિયા (કુબા), ડાયાભાઇ વેકરીયા સહિતના ઉપસ્થિત મહાનુભાવો, દાતાશ્રીઓ તેમજ સહયોગીઓના સેવા કાર્યોને બિરદાવતાં સંસ્થા દ્વારા દરેકનું શાલ ઓઢાડી તેમજ કેલેન્ડર કિટ અર્પણ કરી સન્માન કરવામાં આવેલ આ અગાઉનાં રવિવાર દરમિયાન સંસ્થાનાં દાતાશ્રીઓ તેમજ સહયોગીઓ નું સન્માન કરવામાં આવેલ આ ઉપરાંત સંસ્થા માં માનદ સેવા આપતા ગણેશભાઈ ગોસાઈ ની સેવાને પણ બિરદાવેલ તેમજ સંસ્થાના સંચાલક ચન્દ્રકાન્ત ખુહા દ્વારા સૌનો આભાર વ્યકત કરેલ છેલ્લા ધણા વર્ષો થી અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ વરેલી 'સેવા પરમો ધર્મ' પંકિત ને ખરાઅર્થમાં સાર્થક કરતી સંસ્થાનાં સંચાલક ચન્દ્રકાન્ત ખુહા ની સરાહનીય કામગીરી ને ઉપસ્થિત રહેલ દરેકે અભિનંદનઆપ્યા હતા.

(12:52 pm IST)