Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

જૂનાગઢમાં ફોનેક્ષ મોબાઇલ ફોન શો રૂમ સાધુ સંતો આગેવાનોની ઉપસ્થિતીમાં ખુલ્લો મુકાયો

જૂનાગઢ : નોબલ સેન્ટર શોપ ૪ ફસ્ટ ફલોર પોલીસ હેડકવાટર્સ પાસે નવાનાગરવાડા જૂનાગઢ ખાતે ગઇ કાલે ફોનેક્ષ મોબાઇલ એન્ડ એસેસરીઝનો શો રૂમનું ઉદઘાટન કરાયું હતું. જેમાં પૂ.નિજસ્વરૂપ સ્વામી તેમજ શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરના પી.પી.સ્વામી, ધર્મકિશોર સ્વામી સહિતના સંતોએ શાસ્ત્રોકત વિધી સાથે ઉદઘાટન કરાવી રૂડા આર્શિવાદ પાઠવ્યા હતા. આ પ્રસંગે ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા તેમજ લિયો ફર્નકલબ રિસોર્ટના માલિક વિપુલભાઇ કોટેચા તથા શહેર ભાજપના પ્રમુખ પુનિતભાઇ શર્મા, ધારાસભ્ય ભીખાભાઇ જોષીના પુત્ર મનોજભાઇ જોષી તેમજ જૂનાગઢ જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ કે.ડી.પંડ્યા શહેર પ્રમુખ પ્રફુલ્લભાઇ જોષી, હસુભાઇ જોષી, રૂપલબેન લખલાણી, ભરતભાઇ વાંક, પૂર્વ મેયર આદ્યશકિતબેન મજમદાર, ડો.કૃણાલ માંગલે તેમજ મેયર ધીરૂભાઇ ગોહેલ, પૂર્વ મેયર કેપ્ટન સતિષ વિરડા તથા પૂર્વ ડે.મેયર ગિરીશભાઇ કોટેચા તથા શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ સહિતનાએ  આ મોબાઇલ શો રૂમના સંચાલકો રમેશભાઇ રામાણી, કમલેશભાઇ ભરાડને અભિનંદન પાઠવ્યા હતા. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)

(1:18 pm IST)