Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

જુનાગઢ જિલ્લામાં દારૂના રપ પીવાના ૧પ પોલીસ કેસ

પ્રોહીબીશન ડ્રાઇવથી શરાબીઓ ધંધાર્થીઓમા ફફડાટ

જુનાગઢ તા. ૧૭ : જુનાગઢ જિલ્લામાં પોલીસે દારૂના રપ જેટલા ધંધાર્થીઓ અને ૧પ શરાબીઓ સામે કેસ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

જુનાગઢ શહેર જિલ્લામાં ગઇકાલે એસપી રવિ તેજા વાસમ શેટ્ટીની સુચનાથી પ્રોહીબીશન ડ્રાઇવ ગોઠવવામાં આવી હતી.

જેમાં જુનાગઢ શહેર એ અને સી ડીવીઝન પોલીસે ત્રણ-ત્રણ તેમજ બી ડીવીઝન પોલીસે દારૂના બે કેસ કર્યાહતા તેમજ એ ડીવીઝન વિસ્તારમાં ૪ શખ્સોને નશો કરેલી હાલતમાં પકડી પાડવામાં આવ્યા હતા.

આજ પ્રમાણે જુનાગઢ તાલુકા, ભેસાણ, બીલખા, કેશોદ, વંથલી, માણાવદર, માંગરોળ, શીલ માળીયા, માંગરોળ મરીન પોલીસે પણ દારૂ ધંધાર્થીઓ અનેપ્યાસીઓ સામે કાર્યવાહી કરી હતી.

(1:19 pm IST)