Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

પડધરીના હથીયારના ગુન્હામાં ૧૨ વર્ષથી વોન્ટેડ રમેશ આદિવાસી પકડાયો

અમરેલીના લાઠી ખાતેથી રૂરલ પેરોલ ફર્લો સ્કવોડે દબોચી લીધો

રાજકોટ, તા., ૧૭: પડધરીના હથીયારના ગુન્હામાં ૧૨ વર્ષથી વોન્ટેડ આદિવાસી શખ્સને રૂરલ પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી લીધો હતો.
રૂરલ એસપી બલરામ મીણા તથા ઇન્ચાર્જ  પો.અધિક્ષક સાગર બાગમારની સુચના અન્વયે રૂરલ પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ   વી.એમ.કાલાદરા પેરોલ ફર્લો સ્ટાફ સાથે નાસતા ફરતા આરોપી તથા જેલ ફરારી કેદીઓની તપાસમાં હતા તે દરમ્યાન બાતમી મળેલ કે પડધરી પોલીસ સ્ટેશનના સે.ગુ.ર.નં. ૩૦૮૦/૨૦૦૯ આર્મ એકટ કલમ રપ(૧) એ વિ.મુજબના કામે છેલ્લા ૧ર વર્ષથી નાસતા ફરતા આરોપી નામે રમેશ નારસીંગ આદીવાસી ગુડીયા રહે. બળીફાટા તા.ભાભરા જી.અલીરાજપુર હાલ રહે. લાઠી અમરેલી જીલ્લા ખાતે હોવાની મળેલ ચોક્કસ હકીકતના આધારે પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા તપાસ કરતા લાઠી અમરેલી જીલ્લા ખાતેથી મળી આવતા તેને હસ્તગત કરી પડધરી પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
આ કાર્યવાહીમાં રૂરલ પેરોલ ફર્લો સ્કવોડના પો.હે.કોન્સ. પ્રભાતસિંહ પરમાર, વિરરાજભાઇ ધાધલ, પો.કોન્સ. મહેન્દ્રસિંહ  સોલંકી, કુમારભાઇ ચૌહાણ, રિયાઝભાઇ ભિપૌત્રા,ડ્રા.એ.એસ. આઇ. રાયધનભાઇ ડાંગર તથા ડ્રા. પો.કોન્સ. વિરમભાઇ સમેચા રોકાયા હતા.

 

(2:50 pm IST)