Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

જુનાગઢમાં માસ્ક વગર નીકળેલા પિતા-પુત્રને રોકતા પોલીસ કોન્સ્ટેબલને લાફા ઝીંકી દીધા

(વિનુ જોશો દ્વારા) જુનાગઢ તા. ૧૭ ફ જુનાગઢના માસ્ક વગર નીકળેલા પિતા-પુત્રને પોલીસે રોકતા બંનેએ કોન્સ્ટેબલને લાફા ઝીંકી દઇ ગર્ભિત ધમકી આપ ફરજમાં રૂકાવટ કરી હતી.

કોરોનાની ત્રીજી લહેરને લઇ માસ્ક પહેરવાનું અને સોશ્યલ ડીસ્ટન્સ જાળવવા સહિતની ગાઇડ લાઇન અમલમાં છે છતા જુનાગઢમાં અમૃતવાડી પાસે આવેલ સુગમ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રતાપભાઇ રતિલાલ વડગામા (ઉ.પર) અને તેનો પુત્ર યશ િઉ.ર૪) ગઇકાલે સાંજે માસ્ક પહેર્યા વગર મોટર સાયકલ પર બેસીને આઝાદ ચોકમાંથી નીકળ્યા હતા.

આથી ફરજ પરના પોલીસ કોન્સ્ટેબલ રાજુ કટારા સહિતના સ્ટાફે બંને પિતા-પુત્રને રોકતા બંનેએ ગાળોનો વરસાદ વરસાવ્યો હતો.

તેમજ પોલીસમેન રાજુભાઇ સાથે બન્નેએ ઝપાઝપી કરી ત્રણ લાફા મારી દીધા છતા તેમજ ગર્ભિત ધમકી આપી ફરજમાં રૂકાવટ કરતા બંને સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

(3:24 pm IST)