Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

સૌરાષ્ટ્રના વીજ ધાંધિયાનો ઉકેલ હાથવેંતમાં : રાજકોટ નજીક જંગી પાવર પ્લાન્ટ સ્થપાશે

રાજકોટ કલેકટરે 350 એકર પાવર પ્લાન્ટ માટે ફાળવી જમીન.

સૌરાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારોમાં કાયમી રહેતા વીજ ધાંધિયાનો ઉકેલ હવે હાથવેંતમાં છે. સમગ્ર સૌરાષ્ટ્ર અને ખાસ કરીને ખેતી વ્યવસાય સાથે સંકળાયેલા ખેડૂતો માટે મહત્વના  સમાચાર એ છે કે, રાજકોટ નજીક જંગી પાવર પ્લાન્ટ બનશે. આ માટે રાજકોટ કલેકટરે 350 એકર પાવર પ્લાન્ટ માટે જમીન ફાળવી દીધી છે.ગવરીદળ, ખોખડદળ, લોધીકામાં જમીન ફાળવણી થતા,ગ્રામ્ય પંથકમાં ખેડૂતોને વીજળી પુરતી મળી રહેશે.અને રાજકોટ પંથક વીજક્ષેત્રે આત્મનિર્ભર બનશે.

 સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારોમાં અનેકવિધ ઉદ્યોગો આવેલા છે ત્યારે, ઔદ્યોગિક ઝોનને પણ, વીજળીની ખપત પુરતી હોય નવા પાવર પ્લાન્ટથી,વીજકાપ જેવા પ્રશોનો સામનો નહિ કરવો પડે.   વિકાસ અને ટેક્નિકની દ્રષ્ટિએ જોવામાં આવે તો ગુજરાત, ભારતમાં સૌથી આગળ વધતું રાજ્ય છે, જ્યાં મોટાભાગના ક્ષેત્રોમાં નવી ટેક્નિકનો પ્રયોગ કરવામાં આવે છે. ત્યારે હવે રાજ્યને વધુ ગતિ આપવા માટે સૌરાષ્ટ્રના હિતલક્ષી નિર્ણય લેવાયો છે.

(8:21 pm IST)