Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

ધોરાજી સિવિલ હોસ્પિટલમાં લાંબા સમયથી સ્ટાફના અભાવે ઘૂળ ખાતી RTPCR લેબ શરૂ

અખબારોમાં પ્રસિદ્ધ થયેલ અહેવાલના પગલે તાત્કાલિક લેબ શરૂ કરાઈ :હાલ કોવિડ સારવાર મામલે ધોરાજી હૉસ્પિટલ સજ્જ

(કિશોરભાઈ રાઠોડ દ્વારા)ધોરાજી :કોરોનાની ત્રીજી લહેર સામે ધોરાજી સરકારી હોસ્પિટલ નું તંત્ર કોરોના ટ્રેસિંગ, ટેસ્ટિંગ, અને ટ્રીટમેન્ટ માટે સંપૂર્ણ સજ્જ બની છે.

ધોરાજી સરકારી હોસ્પિટલમાં કોવીડ ટેસ્ટીગ માટે RTPCR લેબનો સંપૂર્ણ ઇન્સ્તુમેન્ટ આવી ચૂક્યા હતા પરંતુ નિષ્ણાત ટેકનીશ્યનને અભાવે લેબ બંધ હતી. જે એહવાલો અખબારોમાં પ્રસિદ્ધ થતા સરકારે સત્વરે ટેકનિકલ સ્ટાફની નિમણુક કરી હતી.
ધોરાજીમાં માઇક્રો બાયોલોજીસ્ટ સુહાની ગોંડા ની નિમણુક કરવામાં આવી છે. જેમણે મીડિયા સમક્ષ જણાવેલ કે ધોરાજીમા શરુ થયેલ આરટીપીસીઆર લેબમાં આધુનિક સાધનો સાથે ૨૪ કલાકમાં ૨૦૦ ટેસ્ટ થઈ શકે તેવી ક્ષમતા ધરાવે છે.ધોરાજીમાં રેપિડ,એન્ટીજન ટેસ્ટની સુવિધા બાદ RTPCR પણ થઈ શકે જેનાથી ધોરાજી, મોટી મારાડ, જામકંડોરણાના કુલ ૬૦ થી વધુ ગામનાં લોકોને હવે દૂર સુધી જવું નહીં પડે.
આ ઊપરાંત ધોરાજી સરકારી હોસ્પિટલનાં અધિક્ષક ડો જયેશ વેસેટીયન અને ડો. રાજ બેરા એ જણાવેલ કે કોવિડ સંબંધિત તમામ ચકાસણીની સુવિધા ઉપરાંત વેકિસીનેશનની વ્યવસ્થા ચાલું છે.૧૦૦ બેડની સજ્જ કોવીડ સારવાર માટે વ્યવસ્થા ઉભી છે. હોસ્પિટલના મેદાનમાં ઑક્સિજન પ્લાન્ટ કાર્યરત છે.પૂરતી દવાઓ અને ડોક્ટરો તેમજ નર્સિંગ સ્ટાફ હાજર છે. હાલ જોઈએ તો કોરોના સામેની લડાઈ માટે ધોરાજી સરકારી હોસ્પિટલ ફુલ્લી લોડેડ સ્થિતિમાં છે જે નાગરિકો માટે આશીર્વાદ રૂપ ગણી શકાય.

(8:31 pm IST)