Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

રાજકોટ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાની કારોબારી બેઠક મળી

પ્રદેશ બક્ષીપંચ મોરચાના મંત્રી અને રાજકોટ જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા પ્રભારી મયુરભાઈ માંજરીયાના અધ્યક્ષ સ્થાને બેઠકના મુદાઓ અને બક્ષીપંચ મોરચાના કાર્યકરો સરકારની યોજના લોકો સુધી પહોંચાડવા કાર્યકરો કામ કરે જે બાબતે ચર્ચાઓ કરાઈ

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:રાજકોટ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાની જિલ્લા કારોબારી બેઠક રાજકોટ જીલ્લા ભાજપ કાર્યલય ખાતે યોજાઇ હતી

જિલ્લા કારોબારી બેઠકનું ઉદ્ઘાટન પ્રદેશ બક્ષીપંચ મોરચાના મંત્રી અને રાજકોટ જિલ્લાના પ્રભારી મયુરભાઈ માંજરીયા જિલ્લા ભાજપના મહામંત્રી મનસુખભાઈ રામાણી બક્ષીપંચ મોરચાના જિલ્લા પ્રમુખ હરેશભાઈ હેરભા જિલ્લા મહામંત્રી કિશોરભાઈ રાઠોડ જીલ્લા મહામંત્રી નવીનપરી ગોસ્વામી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ ખોડાભાઈ ખસિયા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખના પ્રતિનિધિ નાથાભાઈ વાસાણી વિગેરે મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને ભારત માતાની જય કારા નારા સાથે કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો
આ પ્રસંગે રાજકોટ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાની જિલ્લા કારોબારી બેઠકમાં અધ્યક્ષ સ્થાનેથી પ્રદેશ મંત્રી મયુરભાઈ માંજરીયાએ જણાવેલ કે હાલના કોરોનાના કપરા સમયની અંદર પણ રાજકોટ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચો શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યો છે લોકોના જન-જન સુધી સરકારી યોજના પહોંચાડી રહ્યો છે ત્યારે ગુજરાતમાં પણ બક્ષીપંચ મોરચાના મહત્વની કામગીરી છે આવા સમયે ઓબીસીની ૧૪૬ જ્ઞાતિ અને ૫૨ ટકા વસતી ધરાવતો આપણો બક્ષીપંચ સમાજ છે ત્યારે આવનારી ચૂંટણીમાં પણ આપણે સૌ ખભે ખભા મિલાવી ગુજરાત સરકારની કામગીરી અને ખાસ કરીને બક્ષીપંચની વિવિધ યોજનાઓ જન જન સુધી પહોંચાડવા ખાસ ભાર મૂક્યો હતો તેમજ પેજ કમિટી મન કી બાત બુથ લેવલ કામગીરી શક્તિ મંડળ તેમજ ભારતીય જનતા પાર્ટીની namo એપ દ્વારા દરેક બક્ષી પંચનો કાર્યકર્તા મીનીમમ સો રૂપિયા ડોનેશન આપે ઓનલાઇન દ્વારા તે બાબતે પણ ખાસ ભાર મૂક્યો હતો અને આવનારા દિવસોમાં સમગ્ર રાજકોટ જિલ્લાના સહકારી મંડળીઓ ઉપર જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાની ટીમ પ્રવાસ કરશે તેમાં હું પણ હાજર રહીશ તે આગામી દિવસોમાં તારીખ સાથે કાર્યક્રમ નક્કી કરવામાં આવશે તેમજ તાજેતરની સરપંચની ચૂંટણીમાં બક્ષીપંચ મોરચાના સાત સરપંચ ચૂંટાયા હતા તેઓનું અભિવાદન સાથે શુભેચ્છા પાઠવી હતી
આ સાથે રાજકોટ જીલ્લા ભાજપ મહામંત્રી મનસુખભાઈ રામાણીએ પેઝ સમિતિ અને બુથ કમિટી બક્ષીપંચ મોરચા દ્વારા વધુ માં વધુ સારું કામ થાય એ વિષય પર વધુ જાણકારી આપી હતી.
રાજકોટ જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા પ્રમુખ હરેશભાઈ હેરભાએ બેઠક હાજર તમામ હોદેદારોને લોકોના કામ માટે રાતદિવસ જોયા વગર સેવકાર્યો કરો અને હોદેદારો ને પડતી મુશ્કેલી મુખ્ય ભાજપ અને સરકાર સુધી રજુવાત કરી બક્ષીપંચ મોરચો વધુ મજબુત થાય અને રાજકોટ જીલ્લા ભાજપ વધુ મજબુત થાય એ પ્રકારે કામગીરી કરવા જણાવ્યું હતું .
રાજકોટ જીલ્લા ભાજપ ઉપપ્રમુખ ખોડાભાઈ ખસીયાએ બેઠકને સંબોધતા જણાવ્યું કે બક્ષીપંચ મોરચા દ્વારા સારામાં સારી કામગીરી થકી ગુજરાત પ્રદેશ ભાજપમાં રાજકોટ જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચો પ્રથમ ક્રમે રહે એવી કામગીરી કરવા જણાવ્યું હતું.
 રાજકોટ જીલ્લા મહામંત્રી કિશોરભાઈ રાઠોડ એ સમગ્ર જિલ્લા કારોબારીમાં સંચાલન કરતા પોતાના ઉદબોધનમાં જણાવેલ કે રાજકોટ જિલ્લા બક્ષીપંચ મોરચો જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી બદલ તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો આ સાથે જિલ્લા કારોબારીની બેઠકમાં વિવિધ એજન્ડા સર્વાનુમતે ઠરાવ કર્યો હતો જેમાં મંડળ અને જિલ્લાની કારોબારી પૂર્ણ કરવી જેમાં રાજકોટ જિલ્લો અગ્રેસર છે અને સૌથી પહેલા પ્રદેશમાં નવી ટીમ પૂર્ણ કરીને મોકલી આપેલ છે તેનો ઠરાવ તેમજ મંડળની ડેટા એન્ટ્રી પ્રદેશમાં મોકલવા બાબતનો ઠરાવ તેમજ દરેક વિધાનસભા વિસ્તારમાં બક્ષીપંચના આગેવાનો ને ત્યાં જઈ નાનામાં નાના સમાજની યાદી સાથે ખાટલા બેઠક કરવી તેમજ namo એપના માધ્યમ દ્વારા જાણકારી મેળવી તેમજ વિધાનસભા સીટ બક્ષીપંચ સમાજની યાદી આગેવાનું લિસ્ટ તૈયાર કરવું જે બાબતે વિવિધ એજન્ડા સર્વાનુમતે પાસ કર્યા હતા
આ સાથે અભિનંદન ઠરાવમાં જણાવેલ કે  ભાજપ બક્ષીપંચ મોરચાનું રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં યોજાયું હતું જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ કે લક્ષ્મણજી હાજર રહેલા તેમજ રાષ્ટ્રીય લેવલે મોટાભાગના અધિકારીઓ તેમજ સમગ્ર દેશનાં તમામ રાજયોના બક્ષીપંચ પ્રદેશના પ્રમુખો મંત્રીઓ અને હોદ્દેદારો ગુજરાતને આંગણે પધાર્યા હતા ત્યારે ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ ઉદયભાઇ કાનગડ અને તેમની ટીમ દ્વારા જે પ્રકારે વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી એ વ્યવસ્થાના ભાગરૂપે સમગ્ર દેશની અંદર ગુજરાતનું નામ રોશન થયું છે તે બાબતે અભિનંદન પ્રસ્તાવ પસાર કરીને માન્ય ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઉદયભાઇ કાનગડને જિલ્લા કારોબારી બેઠકમાં અભિનંદન પાઠવ્યા હતા સાથે ઠરાવ પસાર કર્યો હતો
આ સાથે રાજકોટ જિલ્લા બક્ષીપંચ મોરચાના હોદેદારો સામતભાઈ કે બાંભવા અનિડા તાલુકો ગોંડલ ,નિર્મલભાઇ બકુતરા મુકામ બાડપર તાલુકો રાજકોટ.ભીમભાઈ ચાવડા મુકામ મજેઠી તાલુકો ઉપલેટા. અશોકભાઈ ચાઉં મુકામ ગોડલાઘટ. બળદેવભાઈ ચૌહાણ ગામ નવાગામ તાલુકો જસદણ. સુરેશભાઈ જાદવ મુકામ અણીયારા. તેમજ મનીષભાઈ ગુજરાતી કાલંભડી તાલુકો કોટડા સાંગાણી વિગેરે સાત હોદ્દેદારો સરપંચ તરીકે ચૂંટણીમાં વિજય થતા તેઓનું મોમેન્ટ હારતોરા દ્વારા પ્રદેશ મંત્રી મયુરભાઈ માંજરીયા સાથે જિલ્લાની ટીમ દ્વારા સન્માન સાથે અભિનંદન પાઠવ્યા હતા
આ તકે રાજકોટ જીલ્લા મહામંત્રી કિશોરભાઈ રાઠોડએ જિલ્લા કારોબારીનું સંચાલન કર્યું હતું જ્યારે આભાર વિધિ જીલ્લા મહામંત્રી નવીનપરી ગોસ્વામીએ કરેલ હતી
જિલ્લા કારોબારી બેઠકમાં રાજકોટ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના તમામ હોદ્દેદારો તેમજ ૧૭ મંડળમાંથી પ્રમુખ મહામંત્રી તેમજ જિલ્લા કારોબારીના સદસ્યઓ ઉપસ્થિત રહ્યા હતા
બેઠકને સફળ બનાવવા માટે કાર્યાલય ઇન્ચાર્જ અલ્પેશભાઈ તેમજ કિશોરભાઈ રાજપુત વિવેકભાઈ. મીડિયા ઇન્ચાર્જ અરૂણભાઇ નિર્મલ ધીરેન્દ્રભાઈ બારોટ નિમેષ અગ્રાવત વિગેરે જહેમત ઉઠાવી હતી

(8:40 pm IST)