Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા પ્રાદેશિક નગરપાલિકા નિયામકમાં ધોરાજી નગરપાલિકા વિરુદ્ધમાં નવા કરવેરા નાખતા કલમ 258 હેઠળ રદ કરવાની માગણી સાથે લેખિતમાં ફરિયાદ કરી

ધોરાજી નગરપાલિકાએ ભૂગર્ભ ગટરનો વેરો તેમજ દિવાબત્તી વેરો અને સામાન્ય સફાઈ કર વેરા નવા વધારતા કોરોનાના કપરા સમયની અંદર ધોરાજીની એક લાખની જનતા ઉપર નવા વેરા વધારતા ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ એ પ્રાદેશિક કમિશનર રાજકોટ કચેરી ખાતે લેખિતમાં ફરિયાદ નોંધાવી: ધોરાજીમાં દરેક મિલકત દીઠ રૂપિયા 840 નો નવો વેરો વધાર્યો: એક જ મિલકતના ચારચાર બિલો આપતાં સમગ્ર ધોરાજીમાં વિવાદ સર્જાયો: કોંગ્રેસ શાસિત નગરપાલિકામાં પ્રજા ઉપર નવા વેરાના ડામ દેતા લોકોમાં વિરોધ જોવા મળ્યો

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજી નગરપાલિકાએ કોરોના ના કપરા સમયની અંદર એક લાખની જનતા ઉપર નવા ભૂગર્ભ ગટર વેરા  સામાન્ય સફાઈ કર તેમજ દીવાબત્તી વેરો એક સાથે ત્રણ વેરા નવા વધારતા અને ધોરાજીની તમામ મિલકત ઉપર રૂપિયા 840નો નવો વેરો વધારતા પ્રજામાં રોષ ફાટી નીકળ્યો છે આ બાબતે ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ છેલ્લા બે વર્ષથી સતત આવેદનપત્ર પાઠવી વાંધા અરજી સાથે વિરોધ નોંધાવ્યો હતો પરંતુ ધોરાજી નગરપાલિકાએ શહેરની મહત્વની ગણાતી સંસ્થા ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ (ચેમ્બર ઓફ કોમર્સ) રજૂઆતને ધ્યાનમાં નહીં લઈ લોકશાહીમાં ખુલ્લેઆમ લોકશાહીનું અપમાન થયું હોય તે પ્રકારનું વર્તન જોવા મળી રહ્યું છે

 ત્યારે ફરી ધોરાજી નગરપાલિકાએ સમગ્ર ધોરાજી ની તમામ મિલકતોની નવા વેરા સાથેના બિલો ફટકારી અને સમયસર નહીં ભરે તો વાર્ષિક ૧૮ ટકા વ્યાજ સાથે વસૂલવામાં આવશે તે પ્રકારની જબરજસ્તી કરતા ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ (ચેમ્બર ઓફ કોમર્સ) દ્વારા રાજકોટ નગરપાલિકા કમિશનરને લેખિતમાં કલમ 258 હેઠળ રદ કરવા બાબતે ફરિયાદ દાખલ કરી છે
આ બાબતે ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ (ચેમ્બર ઓફ કોમર્સ)ના પ્રમુખ લલીતભાઈ વોરા તેમજ કિશોરભાઈ રાઠોડ દિલીપભાઈ હોતવાણી રમેશભાઈ શિરોયા કરસનભાઈ માવાણી વિગેરે એસોસિએશન દ્વારા રાજકોટ નગરપાલિકા કચેરી ખાતે પ્રાદેશિક કમિશનરને લેખિતમાં ધોરાજી નગરપાલિકા  વિરુદ્ધ ધોરાજી નગરપાલિકા દ્વારાજે કચેરીના ઠરાવ નંબર 23 અને ઠરાવ ન. 58 કલમ 258 હેઠળ રદ કરવાની માગણી સાથે લેખિતમાં ફરિયાદ નોંધાવી છે
લેખિતમાં ફરિયાદ નોંધાવતા જણાવેલ કે ધોરાજી નગરપાલિકા દ્વારા ધોરાજીની પ્રજા ઉપર જે નવા કરવેરા નાખવામાં આવ્યા છે તેમજ પ્રજા ઉપર પેનલ્ટી  ૧૮ ટકા વ્યાજ વસૂલવાનો નિર્ણય કરેલ છે અને બીજી ઘણી બધી બાબતો અંગે વારંવાર વાંધા વિરોધ લેખિતમાં રજૂઆતો કરેલ હોવા છતાં અમારા વાંધા વિરુદ્ધ ધોરાજીની એક લાખ પ્રજા વતિ રજૂઆતો કરેલ છે છતાં ધોરાજી નગરપાલિકા એ પ્રજાની આ દર્દની સાંભળવાની કોઈ દરકાર ન કરતા અને મનસ્વી રીતે નિર્ણય લીધા છે તે અંગે અમારી રજૂઆતો લેખિતમાં જેટલા આવેદનપત્ર પાઠવ્યા છે તે તમામ નકલો સાથે આપની કચેરી સમક્ષ ધોરાજી નગરપાલિકા ની વિરુદ્ધમાં કલમ 258 હેઠળ કાર્યવાહી કરવાની માંગણી કરી હતી
આ બાબતે અગાઉ આપેલા વિવિધ આવેદન પત્રોની નકલ સાથે જોડતા જણાવેલ કે ધોરાજી નગરપાલિકા ને 2020 થી ધોરાજી ની પ્રજા ઉપર ભૂગર્ભ ગટર વેરો દિવાબત્તી વેરો અને સામાન્ય સફાઈ કર ના નવા ત્રણ વેરાના વધારવાની જે પ્રકારે દરખાસ્ત કરી હતી એ પ્રકારે ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ એ જે તે સમયે લેખિતમાં આવેદનપત્ર પાઠવી વાંધાઓ રજુ કર્યા હતા
પરંતુ ધોરાજી નગરપાલિકાએ શહેરની મહત્વની ગણાતી ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ સંસ્થાના વાંધા ની કોઈ નોંધ લીધી ન હતી બાદ વારંવાર બે વર્ષથી આવેદનપત્ર પાઠવ્યા છે વાંધાઓ રજુ કર્યા છે છતાં પણ ધોરાજીની એક લાખની જનતા વતી ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળએ લોકશાહી ઢબે લેખિતમાં વાંધા સાથે ફરિયાદ કરી હોવા છતાં પણ આ બાબતની સામાન્ય નોંધ પણ લીધી ન હતી જે લોકશાહીમાં નિંદનીય  બાબત ગણાય
આ અંગે રાજકોટ પ્રાદેશિક કમિશનર શ્રી ને લેખિતમાં ફરિયાદ નોંધાવતા લલીતભાઈ વોરા  કિશોરભાઈ રાઠોડ દિલીપભાઈ હોતવાણી વિગતો સાથે રજુઆત કરતા જણાવેલ કે હાલમાં છેલ્લા બે વર્ષથી ધોરાજીના વેપારીઓની હાલત ખરાબ છે કોરોના મહામારી તેમજ lockdown ને કારણે વેપાર ધંધા ઉદ્યોગ ઠપ્પ થઈ ગયેલા છે આવા સમયે ધોરાજી નગરપાલિકા આકરા વેરા લગાવી ધોરાજી પ્રજાનું અપમાન કરે છે ત્યારે અમારી માગણી છે કે જે પ્રકારે અન્ય નગરપાલિકા ની અંદર વેરા ઘટાડવામાં આવ્યા છે તેમજ પ્રજાની વાત સાંભળીને વેરા નક્કી કરવામાં આવ્યા છે એ પ્રકારે ધોરાજી નગરપાલિકા પણ પ્રજાની સાથે ઉભી રહી અને તાત્કાલિક અસરથી વેરા ઘટાડે તેમજ એક મિલકતના ચારચાર બિલો આવ્યા છે તે તાત્કાલિક અસરથી રદ કરી અને બિલોની અંદર ૧૮ ટકા પેનલ્ટી વ્યાજ ની વાત કરી છે તે પણ પેનલ્ટી વ્યાજ તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે અને પ્રથમ ધોરાજી નગરપાલિકા પ્રજાને ભૂગર્ભ ગટરની સુવિધા સારી રીતે આપવામાં આવે ધોરાજીમાં દિવાબતીની વેરા વધાર્યા છે પરંતુ મોટાભાગના વિસ્તારો અંધકારમય છે અને સફાઇ બાબતે પણ યોગ્ય અને સારી કાર્યવાહી કરવામાં આવે પછી જ નવા વેરા અને એ પણ ઘટાડીને મૂકવામાં આવે તેવી માગણી કરી છે
હાલમાં એક વર્ષ સુધી હજુ નવા વેરા વધારવા માં ન  આવે કારણ કે વેપારીઓ આમ જનતા પરેશાન છે કોરોના મહામારી ના સમયમાં ધંધા-રોજગાર બિલકુલ ઠપ્પ થઈ ગયા છે ત્યારે ધોરાજી નગરપાલિકા પણ પ્રજાના વારે ઉભી રહે તેવી માગણી રૂબરૂમાં કરવામાં આવી હતી
અને ધોરાજી નગરપાલિકા કોઈ પણ અરજદાર પોતાની અરજી કરે તો તેને સાંભળવાની તક આપવી જોઈએ પરંતુ ધોરાજીની મહત્વની ગણાતી ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ (ચેમ્બર ઓફ કોમર્સ) છેલ્લા બે વર્ષથી નગરપાલિકાને લેખિતમાં રજૂઆત  વાંધા અરજીઓ આપવા છતાં એક પણ આવેદનપત્ર કે વાંધા અરજીઓનો નગરપાલિકાએ જવાબ નથી આપ્યો ...?
તેમજ સાંભળવા માટે રૂબરૂ પણ બોલાવવામાં નથી આવ્યા જે બાબતનો દુઃખ વ્યક્ત કર્યું હતું
આ બાબતે પ્રાદેશિક નગરપાલિકા નિયામક કમિશનરએ તમામ વાંધાઓ સાંભળીને આગળની કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી

(8:47 pm IST)