Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

જેતપુરમાં સાડીના કમિશન એજન્ટની ઓફીસમાં રૂ. 21 લાખ રોકડાની ચોરી:તસ્કર સી.સી. ટીવી કેમેરામાં કેદ

જેતપુર :શહેરના જૂનાગઢ રોડ વિસ્તારમાં આવેલ શિવમ કોમ્પલેક્ષમાં પહેલા માળે પ્રમોદકુમાર સીઓટિયા કમિશન એજન્ટ નામની ઓફીસ ધરાવતા પ્રશુનકુમાર સીઓટિયા મલમલ મગાવી તેના ઉપર સાડી પ્રિન્ટિંગ કરાવી આપવાનો કમિશનનો ધંધો કરે છે. તેઓને જુદાજુદા વેપારીઓ ને પેમેન્ટ ચૂકવવાનું હોય કેશિયરના ટેબલના ખાનામાં રોકડા રૂપિયા 21,04,460 રાખેલ હોય આજરોજ વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ કોઈ અજાણ્યો તસ્કર મોઢે બુકાની બાંધી તાળા તોડી શટર ઉચકાવી સી.સી. ટીવી કેમેરા ની સાઈડ ફેરવી નાખી ખાના તોડી તેમાંથી રોકડા રૂપિયા 21,04,460 ની ચોરી કરી ગયેલનું કેમેરામાં કેદ થઈ ગયેલ. સવારે એકાઉન્ટન્ટ જીગ્નેશભાઈ ઓફીસ ખોલવા આવતા તાળું તૂટેલ હોય અને શટર ખુલ્લું હોય તુરંત પ્રશુનભાઈ ને ફોનથી જાણ કરતા તેમણે પોલીસને જાણ કરી હતી

(11:02 pm IST)