Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

ગોંડલના ભરૂડી ટોલ પ્લાઝાએ ફાસ્ટ ટેગનાં પ્રારંભે જ વાહનોની લાંબી લાઇનો લાગી : સવારથી વાહન વ્યવહાર પૂર્વવત

ગોંડલ : રાજકોટ હાઇવે પર ભરૂડી ટોલનાકા પાસે રાજકોટથી ગોંડલ જતા રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો  સર્જાયા હતા. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ,તા. ૧૭: વાહનચાલકો અને ટોલ કર્મચારીઓ વચ્ચે છાશવારે ઝગડાઓ માટે પંકાયેલા ભરુડી ટોલનાકાએ સરકારી આદેશથી ફાસ્ટ ટેગ ફરજિયાત થતા ટોલ પ્લાઝાની બંને સાઇડ આશરે પાંચ કિમી જેવી લાંબી વાહનોની કતાર લાગી હતી દર્દીઓને લઈ જતી એમ્બ્યુલન્સ અને વસંત પંચમીએ પરણવા જતાં વરરાજાની ગાડીઓ પણ ટ્રાફિક જામમાં ફસાઈ જવા પામી હતી.

દેશના તમામ ટોલ પ્લાઝામાંથી પસાર થતા વાહનો માટે સરકાર દ્વારા ફાસ્ટ ટેગ ફરજિયાત કરાતા તેની વિપરીત અસર ભરુડી ટોલનાકા એ જોવા મળી હતી લોકોને દોઢથી બે કલાક નો સમય ટ્રાફિક જામમાં પસાર કરવો પડ્યો હતો ફાસ્ટ ટેગ અંગે સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ફાસ્ટ ટેગથી ટોલ પ્લાઝાએ વાહનો સમય બરબાદ કર્યા વગર સહેલાઇથી પસાર થઈ શકશે તેનું વિપરીત પરિણામ ભરુડી ટોલ પ્લાઝા એ જોવા મળ્યું હતું ફાસ્ટ ટેગ વગરના વાહનો ફાસ્ટ ટેગ લાઈન માંથી પસાર થતા વાહનચાલકો અને ટોલ પ્લાઝાના કર્મચારીઓ વચ્ચે શાબ્દિક તણખલા ઝર્યા હતા અલબત્ત્। પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવ્યો હોય મોટી બબાલ અટકી હતી. જો કે કાલે બે થી ત્રણ કલાક વાહનોની લાઇનો લાગ્યા બાદ સવારથી વાહન વ્યવહાર પૂર્વવતઃ છે.

(11:03 am IST)