Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

રાજુલામાં ચૂંટણીના અનુસંધાને ફુટ માર્ચ

રાજુલા તા.૧૭ : સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓ જાહેર થયેલ હોય અને નજીકની ર૮/ર/ર૦ર૧ ના રોજ તાલુકા પંચાયત, જીલ્લા પંચાયતની ચુંટણી હોય આ ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જાળવી શકાય તેમજ પોલીસ જવાનો પણ એરિયાઓથી વાકેફ થાય મતેવા આશયથી એસ.પી. શ્રી નિર્લિપ્ત રાયની સુચના મુજબ વિભાગીય કચેરી દ્વારા રાજુલામાં ફુટ માચનું આયોજન કરવામાં આવેલ હતું આ ફુટમાર્ચમાં પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનના અધિકારી અને જાફરાબાદ પોલીસ સ્ટેશનના અધિકારી અને સ્ટાફ તેમજ રાજુલા પોલીસ સ્ટેશનના પી.આઇ. ઝાલા તથા પોલીસ સ્ટાફ તેમજ આઇએસ કલેકટર ૩૦૦ જેટલા પોલીસ સ્ટાફ સાથે રાજુલા શહેરમાં હોસ્પીટલથી સવિતાનગર, સવિતા નગરથી બસ સ્ટેન્ડ રોડ બસ સ્ટેન્ડનુ રોડથી બાય પાસ ગેઇટ ત્યારબાદ પોલીસ સ્ટેશન થઇને રાજુલા મુખ્ય માર્ગોમાં પુટ માર્ચ યોજાયેલ હતું આમ રાજુલા શહેરમાં પોલીસ દ્વારા પાંચથી સાત કી.મી.માં ફુટ માર્ચ યોજાયેલ હતુ આમ રાજુલા શહેરમાં પોલીસ દ્વારા પાંચથી સાત કી.મીમાં ફુટ માર્ચ યોજાયેલ હતું. ડીવાયએસપી શ્રી કે.જેે. ચૌધરી તથા પી.આઇ. ઝાલા તથા પોલીસ સ્ટશેનનો સ્ટાફ જોડાયેલ હતો આમ નિર્ભય પણ સમગ્ર જીલ્લા ચૂંટણીઓ યોજાય તે માટે સમગ્ર જીલ્લામાં આ રીતે ફુટ માર્ચ યોજાશે તેવુ ડીવાયએસપી કે.જે. ચૌધરી એ નીભાવેલ છે.

(11:24 am IST)