Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

સુરેન્દ્રનગર પાલિકાની ૫૨ બેઠકોની ચૂંટણીમાં ૧૪૯ ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે

જિલ્લા પંચાયતની ૩૪ બેઠકો માટે કુલ ૧૦૩ ઉમેદવારો મેદાને : પાલિકાઓમાં ૨૬ જેટલા ઉમેદવારી પત્રો પરત ખેંચાયા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૧૭: સમગ્ર રાજય સાથે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ સ્થાનીક સ્વરાજયની ચુંટણીને ધ્યાને લઈ રાજકીય માહોલ ગરમાયો છે અને આ ચુંટણીમાં જીત મેળવવા ભાજપ અને કોંગ્રેસ સહિત રાજકીય પક્ષો દ્વારા તમામ પ્રયાસો હાથધરવામાં આવી રહ્યાં છે ત્યારે જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચુંટણીઓ માટે ફોર્મ પરત ખેંચવાના દિવસે અનેક ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ચુંટણીનું ચીત્ર સ્પષ્ટ થયું હતું.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજય સાથે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ સ્થાનીક સ્વરાજયની ચુંટણી જાહેર થઈ છે અને આગામી ૨૮ ફેબુ્રઆરીના રોજ મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ફોર્મ ચકાસણીની કાર્યવાહી હાથધરવામાં આવી હતી.

જેમાં જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચુંટણીઓ માટે ફોર્મ ચકાસણી દરમ્યાન અનેક ઉમેદવારો સહિત ડમી ઉમેદવારોના ફોર્મ રદ્દ થયા હતાં. ત્યારબાદ બીજે દિવસે ફોર્મ પરત ખેંચવાના દિવસે ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ચુંટણીનું ચીત્ર સ્પષ્ટ થયું હતું. જેમાં સુરેન્દ્રનગર, લીંબડી, ધ્રાંગધ્રા, ચોટીલા અને પાટડી તેમજ જીલ્લા પંચાયત અને તમામ તાલુકા પંચાયતની ચુંટણીઓ માટે ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યા બાદ ઉમેદવારોનું ચીત્ર સ્પષ્ટ થયું હતું.

(11:25 am IST)