Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

વિસાવદરના માંડાવડ ગામના બુઝુર્ગ વડીલ પ્રભાશંકરભાઇ વિકમાએ ૯૩માં જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૧૭: તાલુકાના માંડાવડના પ્રભાશંકરભાઈ ગલાભાઇ વિકમા પોતાની તંદુરસ્તભરી જિંદગીના ૯૨ વર્ષ પૂર્ણ કરી આજરોજ ૯૩ માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો. તેઓએ વિસાવદર નગરપાલિકામાં સેનેટરી ઈન્સ્પેકટર તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવેલ. હાલ સામાજિક સેવા ક્ષેત્રે નિસ્વાર્થ સેવાના ભાવે આનંદસભર પોતાનું શેષ જીવન વિતાવી રહ્યા છે.

પોતાનું સાદગીભર્યું જીવન ,જરૂરિયાત મંદ લોકો ને વસ્ત્રદાન, ધાર્મિક પ્રસંગોએ અન્નદાન ,સમયાંતરે બટુક ભોજન જેવી અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ તદુપરાંત પોતાની જિંદગીના નિચોડના અનુભવે આયુર્વેદિક ઔષધિઓમાંથી આડઅસર વિનાની દવાઓ બનાવી દર્દીઓના દુઃખોને નિવારવા તેમજ હળવા કરવા માટે જેમકે આધાશીશી, હરસ, મસા, ખરજવા જેવા રોગો માટે નિશુલ્ક માનવ સેવા સમાજ નું ઉત્ત્।મ કાર્ય કરી રહ્યા છે. વંશ પરંપરાગત અનુવાંશિક ગુણો મુજબ તેમના પુત્ર રાજેન્દ્રભાઈ (મુન્નાભાઈ) વિકમા હાલ માંડાવડ ગ્રામ પંચાયતના સરપંચ પદે આરૂઢ રહી. પીડિત વ્યકિતઓની કોઈ પણ બિમારી માટે સેવાના નિસ્વાર્થભાવે નિૅંશુલ્ક આયુર્વેદિક ઔષધિઓ આપી પિતાજીના કાર્યોને જીવંત રાખવા કુદરતી ઔષધીઓ માંથીમાંથી દુઃખથી પિડાતા રોગોના દર્દીઓને નોર્મલ દવાના ડોઝ આપી ખુદ દર્દીઓ રાહતની લાગણી નો એહસાસ અનુભવે છે. તેઓના જણાવ્યા મુજબ અનેક રોગોની એકજ ઔષધિ પૌષ્ટિક અને સમતોલન આહાર. તેના ફળશ્રુતિ રૂપે મળે છે તંદુરસ્ત જીવન.

તદુપરાંત પ્રભાશંકર દાદાએ પોતાના દેહાંત બાદ કરવાની થતી તમામ ધાર્મિક વિધિ બાબતે બિનજરૂરી ખર્ચાઓ નહીં કરતાં જરૂરિયાતમંદ લોકોનીગ જઠરાગ્નિ ઠારવા પરિવારના સંતાનોને સલાહ આપેલ છે.

જન્મદિવસની ઉજવણીમાં પૂ. પ્રભાશંકર દાદાએ પોતાના વરદ હસ્તે દીપ જવાલાઓ પ્રગટાવી સાથોસાથ સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે, મોઢા ઉપર માસ્ક પહેરી સિમિત મર્યાદામાં પરિવાર સાથે સાદગી પૂર્વક જન્મ દિવસની ઉજવણી કરી. ત્યારબાદ નાના નાના બાળદેવોને પ્રસાદ ગ્રહણ કરાવેલ.

ઉપરોકત દાદાના જન્મ દિવસની હરખની હેલી માં મુળુભાઈ, રાજેન્દ્રભાઈ (મુન્નાભાઈ), દયાશંકરભાઈ, અભી, પાર્થેશભાઇ, હિરેનભાઈ વિકમા, જીગ્નેશ કુમાર,ગૌરીશંકરભાઈ જોશી, સી.વી.જોશી તથા સમગ્ર વિકમા પરિવારે દાદાને નતમસ્તક વંદન કરી રાજીપો વ્યકત કરેલ હતો.

અંતમાં વિકમા પરિવારના બાલવૃંદ.... યાજ્ઞી ,ગીરા, કૌશલ, પાયલ, નૈતિક, મયંક, માનસીએ... યે દિન બાર બાર આયે તુમ હજારો સાલ જીયો એ હેપી બર્થ ડે ટુ યુ દાદા ના સોંગ સાથે ઝુમી ઉઠ્યા હતા.

(12:47 pm IST)