Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

ગારીયાધર પાસે પુત્રીના એકટીવા પાછળથી પડી જતા માતા રંજનબેનનું મોત

કાલાવડ રોડ આવાસના કવાર્ટરમાં રહેતા માતા-પુત્રી લગ્ન પ્રસંગમાંથી પરત આવતી વખતે બનાવ

રાજકોટ,તા.૧૭ : કુવાડવા નજીક ગારીયાધર પાસે પુત્રીના એકટીવા પાછળથી પડી જતા માતાનું રાજકોટની સિવિલ હોસ્પિટલમાંસ મોત નિપજ્યુ હતું.

મળતી વિગત મુજબ કાલાવડ રોડ પર વૃંદાવન સોસાયટીની પાછળ આવેલા આવાસ યોજનાના કવાટરમાં રંજનબેન ચમનભાઇ સાકરીયા (ઉવ.૪૫) પુત્રી સાથે ગારીયાધર લગ્નમાં ગયા હતા લગ્ન પુર્ણ કરી રંજનબેન પુત્રીના એકટીવા પાછળ બેસીને રાજકોટ આવતા હતા ત્યારે ગારીયાધર પાસે રોડ પર ખાડો તારવવા જતા રંજનબેન એકટીવા પરથી પડી જતા તેને માથા તથા શરીરે ઇજા થતા સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું મૃતક રંજનબેન તેના બે પુત્ર અને એક પુત્રી સાથે રહેતા હતા આ બનાવ અંગે કુવાડવા રોડ પોલીસ મથકના હેડ કોન્સ મહાવિરસિંહએ કાર્યવાહી કરી હતી.

(12:53 pm IST)