Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

અમરેલીના વેપારીના આપઘાત પ્રકરણે વ્યાજખોર રીમાન્ડ પર

૧૯ નશોખોર જેલ હવાલે : ૩૦ સ્થળોએ પોલીસના દરોડા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ૧૭ :  આજથી દોઢ માસ પહેલા અમરેલી વિનાયક મેડિકલ સ્ટોર વાળા સંદિપભાઇ નાથાભાઇ ધીનૈયાએ વ્યાજખોરોના ત્રાસથી ધારી ખોડિયાર ડેમમાં પડતુ મુકી આપઘાત કરી લીધો હતો. આ ગુન્હાના મુખ્ય આરોપી દિલુ આપા વાળાને અટક કરીને પોલીસે રિમાંડ માંગેલ અને ધારી કોર્ટમાં રજુ કરતા કોર્ટે આરોપીના તા. ૧૯/ર સુધી ચાર દિવસના રીમાન્ડ મંજુર કરેલ છે. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર અમરેલી -ચલાલા-ધારી પંથકમાંથી ઉપરોકત આરોપી પાસેથી લીધેલા વ્યાજે પૈસા કે પ્રોમિસરી નોટ કરાવેલ હોય. તેમજ બાના ખત કે દસ્તાવેજ કરાવેલ હોય તેવા લોકોએ ધારી પોલીસનો સંપર્ક કરવા પી.એસ.આઇ. એન. એ. વાઘેલા અને એચ.જી. ગોહિલે જણાવેલ છે.  અમરેલી જીલ્લામાં પોલીસ અધિક્ષક નિર્લિપ્તરાયના માર્ગદર્શન મુજબ જીલ્લામાં પ્રોહીનીબદીને નેસ્ત નાબુદ કરવા અપાયેલ સુચના મુજબ પોલીસે અમરેલી જીલ્લામાં જુદા જુદા સ્થળોએથી ૧૯ લોકોને નશો કરેલી હાલતમાં ઝડપી પાડી જેલની હવા ખવડાવી સરભરા કરી હતી. જયારે જીલ્લામાં પોલીસે જુદા જુદા ૩૦ જેટલા સ્થળોએ દેશી દારૂના દરોડા પાડી ૧૭૬ લી. દેશીદારૂ આથો ર૧૯ લી. મળી કુલ પ૭૯ ના મુદ્દામાલ સાથે ૧૧ શખ્સો ઝડપાયા હતા. જેમાં ધારી પ્રેમપરામાંથી ગોગન કુવારદાનેપલી દેશી દારૂ રૂ. ૧૦૦ સાથે, સાવરકુંડલાના મિતિયાળામાં દિનેશ બાલામોલાડીયાના કબ્જામાંથી આથો ૪૦ લી. રૂ. ૧ર૦ રેડ દરમ્યાન હાજર મળી આવેલ નહી. ધારીના ભાયાવદરમાં ભરત નાજા જાતવડાના કબજામાંથી આથો ૮૦ લી રૂ. ૧૬૦ તથા અનેક છના જાતવાડના કબ્જામાંથી આથો ૯૦ લી. નો રૂ. ૧૮૦ નો કબ્જે કરેલ હતો.

કાનની બૂટી ખેંચી

બગોયા ગામે રહેતી વનીતાબેન વશરામભાઇ વણજારા (ઉ.વ.૩૦) એ પોતાના પતીને ગેસનો બાટલો ભરવાનું જણાવતા. સારૂ નહી લાગતા સાસુમણીબેન મુળજીભાઇ વણજારાએ ગાળો બોલી લાકડી વડે મારમારી પતી વશરામ મુળજીએ ઢીકાપાટુનો મારમારી કાનની બૂટી ખેંચતા બૂટી ચોરાઇ જતા લોકી નીકળેલ જેઠ કેસુ એ ગાળો આપ્યાની સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

પાનસડામાં અકસ્માત

પાનસડા ગામે રહેતી કક્ષા રાજેશભાઇ પરમાર ઉ.વ.૯ સાયકલ લઇને ગામમાં છાશ લેવા માટે ગયેલ. ત્યારે લાખા ચકા સોંધવા એ પોતાનું બુલેટ મોટર સાયકલ પુરઝડપે ચલાવી હડફેટે ઇજા કરી નાસી ગયાની બાબરા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

જામકા ગામે હડધૂત કર્યા

જામકા ગામે રમેશભાઇ મંગાભાઇ સરવૈયાને આજથી ચાર વર્ષ પહેલા મહેશદાસની સાથે બોલાચાલી થયેલ હતી. જેના મનદુઃખ રાખી મહેશદાસ મનુદાસ, સેજલબેન મહેશદાસ, પીયુબેન, કાળીદાસ સહિતે રમેશભાઇ તથા તેના પરિાવરને ગાળોબોલી ઢીકાપાટુનો મારમારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી તલવાર બતાવી ધમકી આપ્યાની ખાંભા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

દારૂ સાથે ઝડપાયા

અમરેલી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પો. ઇન્સ. આર. કે. કરમટા તથા પો.સ.ઇ. પી.એન. મોરીની રાહબરી નીચે અમરેલી એલ.સી.બી. ટીમે અમરેલી ટાઉનમાંથી ભારતીય બનાવટ નો વિદેશી દારૂના પાઉચો સાથે ૧ દિપકભાઇ ચંદુભાઇ ગોહીલ, ર કાર્તિકભાઇ હસમુખભાઇ ભેંસાણીયાને પકડી પાડેલ છે. વિદેશી દારૂ ઓરીજીનલ ચોઇસ ડીલકસ વ્હીસ્કીના કુલ ૧૯૦ કિ. રૂ. ૧૩,૩૦૦ તથા થેલા નંગ -ર કિ. રૂ. ૧૦૦ માળી કુલ કિ. રૂ. ૧૩,૪૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.

(12:55 pm IST)