Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજ ટુર્નામેન્ટ ઇટાળી ગીરમાં યોજાઇ

વિરપુર : શ્રી ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજ દ્વારા મેંદરડા તાલુકાના ઇટાળી ગીર ખાતે સમસ્ત ખાંટ રાજપૂત સમાજનો પ્રથમ ડે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાયો હતો જેમાં ઓલ ગુજરાત માંથી ખાંટ રાજપૂત સમાજની અલગ અલગ વિસ્તારોની ૨૪ જેટલી ટીમોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં ફાઈનલ મેચમાં જુનાગઢની મહાદેવ ઇલેવન તેમજ શત્રુઘ્ન ઈલેવન બેટાવડ વચ્ચે ફાઇનલ મેચ યોજાયો હતો જેમાં મહાદેવ ઇલેવન જૂનાગઢની ટીમ વિજેતા જાહેર થઈ હતી.વિજેતા ટીમને શ્રી ખાંટ રાજપુત સમાજના આગેવાનો તેમજ જ્ઞાતિ અગ્રણીઓ તેમજ આયોજકોએ પ્રોત્સાહન કરી વિજેતા ટ્રોફી તેમજ રનર્સઅપ ટીમને પણ પ્રોત્સાહિત ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા, આ ટુર્નામેન્ટને સફળ બનાવવા ખાંટ રાજપૂત સમાજના હિતુરાજસિંહ મકવાણા,અનિલભાઈ વેગડ,ભરતભાઈ જોડીયા,હરેશભાઇ મકવાના,અરવિંદભાઈ ગુજરાતી,રણજીતભાઈ રાઠોડ,અશોકભાઈ મકવાણા,કિશનભાઈ પીપળીયા,વિજયભાઈ મોરી સહિતના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. (તસ્વીર : કિશન મોરબીયા)

(12:57 pm IST)