Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

મોંઘવારી સામેનો કકળાટ દૂર કરવામાં કેન્દ્રનું બજેટ સફળ થશે કે કેમ ?

ગેસ સીલીન્ડરના વધતા જતા ભાવ : ખાનગી અને ટ્રસ્ટ સંચાલીત શાળાઓ દ્વારા આકરી ફી ડોનેશન સામે પગલા નહી : ગૃહિણીઓને વ્યવહાર ચલાવવો મુશ્કેલ

(સ્મિત પારેખ દ્વારા) પોરબંદર તા.૧૭ : સને ૨૦૨૧-૨૨નું વાર્ષિક બજેટ નાણામંત્રીશ્રીએ લોકસભામાં રજૂ કર્યુ તેના રીવ્યુમાં માણેકચોક ઓટા સમિતિએ સર્વે કરતા એવું ચિત્ર ખડુ થયેલ છે કે, જયારે કેન્દ્ર સરકારમાં વાર્ષિક બજેટ રજૂ કરવામાં આવે છે. અપવાદરૂપ બાદ મધ્યમવર્ગ અને ગૃહિણીઓ શોષણ કરનારૂ સાબિત થયેલ જણાય આવેલ છે. કહી પણ મધ્યમવર્ગ કે ગૃહિણીને રાહત મળી નથી.

મધ્યમવર્ગ ટેકસ ભરતો રહે દંડાય છે અને દોષીતની વ્યાખ્યામાં તેની ગણના કરાય છે. જયારે હજારો કરોડ રૂપિયાની ટેકસ ચોરી કરનાર કે ટેકસ ન ભરનાર ઉદ્યોગપતિ કે અન્ય ધંધા સાથે સંકળાયેલ વ્યકિત જે ખરેખર ટેકસ ચોરીની વ્યાખ્યામાં અને સરકારી તિજોરીની બેલેન્સમાં ઘટાડો નોંધાવનારને શાહુકારની વ્યાખ્યામાં સન્માનીત કરાય અને સરકારશ્રી એવોર્ડ પણ આપી સન્માનીત કરે છે.

એક ચોંકાવનારો અહેવાલ સમાચાર તા.પ ફેબ્રુઆરી ૨૦૨૧ના આરટીઆઇ એકટીવીસ્ટ બિશ્વનાથ ગોસ્વામીની અરજીના અનુસંધાને રીઝર્વ બેંકે આરટીઆઇ એકટીવીસ્ટને આપ્યા તે આંકડા જોતા અને જેની પાછળ સરકારી મિશનની એજન્સીઓ વસુલાત માટે કામે લાગેલ. ન્યાય અદાલત સુધી કેશ પહોચેલ શોધખોળ કરવા કે વસુલાત ટેકસની કરવા સરકારી મિશનને જે એજન્સી અને કાર્યવાહી તેનો ખર્ચનો બોજો પણ સરકાર છતા ટેકસ ન ભરનાર કરચોરો કૌભાંડયાની પાસ ેટેકસ કે લોનની રકમ લઇ બેંકમાં કે અન્યત્ર વ્યવસ્થા મુજબ જમા કરાવેલ ન હોય વિદેશમાં ભાગી જાય ત્યાની અદાલતમાંથી યુકિત પ્રયુકિતથી વિદેશી કાયદાનો લાભ સીટીઝન તરીકે મેળવીને જે પરિસ્થિતિનું નિર્માણ સર્જન કરે છે. તેની અસર સરકારની તિજોરીમાં વિકાસના કાર્યમાં પડે છે.

જે ખરેખર દેશની તિજોરીનું શોષણ કરી રહ્યા છે તેની શાસન ઠેકાણે લાવવાની જરૂર છે પરંતુ તેની પહોચ નબળી પડે છે. સરકાર પગલા લેવા કાર્યવાહી કરે તો અમલ તો આવી વ્યકિત કર્મી અધિકારી પાસે જ કરાવવાનો છે. જો દેશની સમૃધ્ધતા ટકાવવી હોય રાજયો અપાયેલ ઓવરડ્રાફટની વસુલાત, મધ્યમવર્ગ તેમજ ગૃહિણીઓને રાહત, મોંઘવારીમાં રાહત હોય કે આપવાની તેમ હોય તો સરકારમાં ભેળપુરી રગડાની જેમ આર્થિક દેશી ભ્રષ્ટાચારી આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવી જરૂરી છે. સરકારની જે નેમ ભ્રષ્ટાચાર નાબુદ કરવાની છે તે ત્યારે જ સફળ થશે તેને માટે સો ટચના સોના જેવા કસોટી ઉપર સોનુ ઘસી ટચ કરવામા આવે.

તા.પમી ફેબ્રુઆરીના રોજ આરટીઆઇ એકટીવીસ્ટે માંગેલ માહિતી આધારે આંકડાકીય માહિતીમાં ૧૦૦ બિલકુલ ડીફોલ્ટર્સની ૬૨૦૦૦ કરોડની લોન જેમાં વિજય માલ્યાની કિંગ ફિશર, એરલાઇન્સની રૂ. ૧૩૧૪ કરોડની વાત કરી. શિપયાર્ડની રૂ. ૧૮૭૫ કરોડની રાઇટ ઓફ કરાઇ. જતીન મહેતા વિઝડમ ડાયમંડ એન્ડ જવેલરીની રૂ. ૧.૩૦ કરોડની લોનની માંડવાળ કરી. ડેવલપર્સના રૂ.૧૯૨૭ કરોડ સમાવેશ થાય છે. ગત ઓગષ્ટમાં સેન્ટ્રલ બેંકે હોય ૧૦૦ (એકસો) બિલકુલ ડીફોલ્ટર્સની યાદી આપવાની ના પાડેલ પછી આરટીઆઇ એકટીવીસ્ટ ઓથોરીટી રીઝર્વ બેંકમાંથી તેને પડકારની અપીલ કરી હતી. સુત્રો કહે છે કે ૧૦૦ લોકોના રૂ.૮૪૦૦૦ હજાર કરોડ માંડવાળ થયા છે. જયારે નાણાકીય વર્ષ ૨૦૨૦ રૂ. ૩૮ લાખ કરોડની લોન માંડવાળ કરી જો કરોડો રૂપિયા લોનો માફી અપાતી તે શું સુચવે છે?

જયારે ગૃહિણીનો કળકળાટ મોંઘવારી સામે છે. દિનપ્રતિદિન જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ વધતા જાય છે. મોંઘવારી આંક બેકાબુ બનતો જાય છે. મર્યાદીત આવકમાં ગૃહસ્થી જીવનનો નિર્વાહ સાચવવાનો રહે છે. તાજેતરમાં ઉદાહરણ નજીકથી જોઇએ તો રાંધણગેસમાં એકી સાથે ગેસ રીફીલ બાટલામાં રૂ. રપ નો ભાવ વધારો ઝીકી દેવાયો. જે કે છેલ્લા કેટલાક માસથી રાંધણ ગેસમાં ભાવ વધારો દર માસે આવે છે. ચાલુ માસમાં અપુરતો ભાવવધારો રૂ.રપનો અપાયો. મર્યાદીત બજેટમાં ગૃહસ્થી જીવનનો વહેવાર ચલાવતા મધ્યમ વર્ગની ગૃહિણીને વધુ આકરો સહન થઇ ન શકે તેવો ઘરના મોભી મહિને દિવસે મર્યાદીત ખર્ચાની રકમ ગૃહિણી આપી દેતા હોય છે. તેમાથી વહેવાર ચલાવવાનો હોય છે. ગેસ રીફીલ બાટલાનો ભાવ વધારો અસર કરે છે. એકંદરે બજેટ મુડીવાદનું શોષણકરનાર ભ્રષ્ટાચારને કકડાટ કરતું બજેટ રહે છે.

શિક્ષણક્ષેત્રે બજેટમાં કોઇ ઉલ્લેખ નથી. તેમાં રાહત આપી નથી. ધંધાદારી શિક્ષણ ટ્રસ્ટ સંચાલીત શાળાઓની આકરા સ્કુલ ફીના ડોઝ આપનાર ડોઝ લેનાર સામે કોઇ પગલા નહી. શિક્ષણ સંપુર્ણ ફી મુકત રાખવાને બદલે પ્રતિવર્ષ આકરો નાણાકીય ડોઝ આપનારૂ મધ્યમવર્ગ તથા ફુટપાથ કે ઝુપડપટ્ટીમાં રહેનાર વાલીઓને વ્યાજના કરજમાં બોજમાં માનસિક યાતના આપનારૂ હોવા છતા તેમા કોઇ રાહત કે મુકિત નહિ ખરેખર તો ડીગ્રી કોર્ષ સુધી માફી આપનાર કરવાની જરૂર છે.

(12:59 pm IST)