Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

બોટાદ જિલ્લા પંચાયત ચૂંટણીમાં નોમિનેશન ફોર્મ રદ કરવાના ચૂંટણી અધિકારીના આદેશને હાઇકોર્ટમાં પડકાર

ચૂંટણી અધિકારી તેમના મેન્ડેટ/નોમિનેશન ફોર્મ સ્વીકારે તેવી દાદ મંગાઈ : 20મીએ વધુ સુનવણી

અમદાવાદ : બોટાદ જિલ્લા પંચાયતના ચૂંટણી અધિકારી દ્વારા ઉમેદવારોના નોમિનેશન ફોર્મ રદ કરવાના આદેશને રદ કરવા માટે દાખલ કરવામાં આવેલી અરજી પર ગુજરાત હાઈકોર્ટે રાજ્યના ચૂંટણી પંચને નોટીસ પાઠવી છે. આ મામલે વધુ સુનાવણી 20મી ફેબ્રુઆરીના રોજ હાથ ધરવામાં આવશે

   અરજદારો દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં રજુઆત કરવામાં આવી છે કે 15મી ફેબ્રુઆરીના રોજ નોમિનેશન ફોર્મમાં ભૂલ સુધારા કર્યા બાદ ફોર્મનું ઇનવર્ડ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ચૂંટણી અધિકારીએ અરજદારોને (ઉમેદવારોને) આ મુદ્દે ચિંતા ન કરવા કહ્યું હતું અને હવે ફોર્મનું કાયદાને આધીન સ્ક્રુતિની કરવામાં આવશે. જોકે બોપોરે 3 વાગ્યે ચૂંટણી અધિકારીએ અરજદારોને તેમના નોમિનેશન ફોર્મ રદ કરવામાં આવે તેવું જણાવ્યું હતું

અરજદારો તરફે આક્ષેપ કરવામાં આવ્યો હતો કે બોટાદના ધારાસભ્ય સૌરભ પટેલે ચૂંટણી અધિકારીની કચેરીની મુલાકાત લીધી હતી. અરજદારો દ્વારા બોટાદ જિલ્લા પંચાયતના ચૂંટણી અધિકારીને તેમના ફોર્મ રદ કરવાના નિણર્ય પર ફેર-વિચારણા કરવા મુદ્દે રજુઆત કરી હતી. આ મામલે વધુ સુનાવણી 20મી ફેબ્રુઆરીના રોજ હાથ ધરવામાં આવશે

ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં રજુઆત કરવામાં આવી છે કે ચૂંટણી અધિકારી દ્વારા 15મી ફેબ્રુઆરીના રોજ અરજદાર – ઉમેદવારોને નોમિનેશન ફોર્મ રદ કરવાના આદેશને રદ કરવામાં આવે. બોટાદ જિલ્લા પંચાયતના ચૂંટણી અધિકારી તેમના મેન્ડેટ/નોમિનેશન ફોર્મ સ્વીકારે તેવી દાદ માંગવામાં આવી છે.

(7:01 pm IST)