Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

જામનગરમાં બેલેટ પેપરથી મતદાન બાદ કોંગ્રેસનો હંગામો : હોમગાર્ડના 400 બેલેટ પેપર રદ કરવા ઐતિહાસિક નિર્ણંય

મતદાન કલેકટરની જાણ બહાર થતા સમગ્ર મુદ્દે ભારે આશ્ચર્ય સર્જાયું

જામનગર : જામનગરના ઇતિહાસમાં પહેલીવાર મતદાન રદ કરાયું છે આ અંગે મળતી વિગત મુજબ જામનગરમાં બેલેટ પેપરથી મતદાન થતા ભારે વિવાદ જાગ્યો હતો, બેલેટ પેપરથી મતદાન બાદ કોંગ્રેસે હંગામો મચાવતા હોમગાર્ડના બેલેટ પેપર રદ કરાયા છે . ૪૦૦ જેટલા બેલેટ પેપર રદ કરીને ફરીથી મતદાન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને ફરીથી નવા નિયત કરાયેલા સમયે બેલેટ પેપરથી મતદાન કરવા માટે કલેક્ટર રવિશંકરએ નિર્ણય કર્યો છે

આ મતદાન કલેકટરની જાણ બહાર થતા સમગ્ર મુદ્દે ભારે આશ્ચર્ય સર્જાયું છે સાથે અનેકવિધ તર્કવિતર્ક સર્જાયા છે ( તસ્વીર - કિંજલ કરસરિયા, જામનગર)

(9:29 pm IST)