Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

સાવરકુંડલા માનવ મંદિરે કોવિડ કેર સેન્ટર ટુંક સમયમાં શરૂ કરવા કલેકટરની સુચના

(દિપક પાંધી દ્વારા) કોરોનાની વધતી જતી મહામારીને ધ્યાને લઇને સાવરકુંડલા માનવ મંદિરના પૂજય ભકિત બાપુ અને સાવરકુંડલા લાઇફ કેર હોસ્પિટલના ડોકટર વોરા ની મદદથી અમરેલી જિલ્લા કલેકટરને સાવરકુંડલા માનવ મંદિર દ્વારા આ કપરી પરિસ્થિતિમાં ઉપયોગી થવા ની વિનંતી માન્ય રાખી ને માનવ મંદિર કોવિડ કેર સેન્ટર ની ૧૦૦ બેડની કોવિડ કેર સેન્ટર ટૂંક સમયમાં શરૂ થનાર છે આજે અમરેલી કલેકટર આયુષ ઓક જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ સાવરકુંડલા પ્રાંત અધિકારી ગોહિલ મામલતદાર દેસાઈ ડોકટર મીના ડોકટર મયુર પારગી તાલુકા પંચાયતની ટીમ દ્વારા માનવ મંદિર માં શરૂ થનાર કોવિડ કેર સેન્ટરની મુલાકાત લઇ જરૂરી સૂચનાઓ આપી શકય તેટલું ઝડપથી આ સેવા શરૂ કરવા જણાવ્યું હતું ત્યારે બહુ ટૂંક સમયમાં જ સાવરકુંડલા માનવ મંદિરના સેન્ટ્રલ હોલમાં ૧૦૦ બેડ કાર્યરત શરૂ થશે અને ભવિષ્યમાં ઓકિસજન વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરવામાં આવશે.. ત્યારે સાવરકુંડલા માનવ મંદિર તરફથી પૂરજોશમાં તૈયારી શરૂ કરી દીધેલ છે અને લગભગ પૂર્ણતાને આરે પહોંચી છે અને બે ચાર દિવસમાં માનવ મંદિર કોવિડ કેર સેન્ટર કાર્યરત થઈ જશે

(10:24 am IST)