Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

ભાડેર અને વાડોદર વચ્ચે બાઇક સ્લીપ થતાં પિતા-પુત્ર ફંગોળાયાઃ વૃધ્ધ દેવાભાઇનું મોત

રાજકોટ તા. ૧૭: ધોરાજીના ભાડેર અને વાડોદર ગામ વચ્ચે બાઇક ૧૪મીએ બાઇક સ્લીપ થઇ જતાં ભાડેરના પિતા-પુત્ર ફંગોળાઇ જતાં બંનેને ઇજા થઇ હતી. જેમાંથી સારવાર દરમિયાન પિતાએ રાજકોટ હોસ્પિટલમાં દમ તોડી દીધો છે.

ભાડેર રહેતાં દેવાભાઇ નાથાભાઇ પરમાર (ઉ.વ.૬૫)ને દવા લેવાની હોઇ પુત્ર કિશોરભાઇ (ઉ.વ.૩૫)ના બાઇક પાછળ બેસી ૧૪/૪ના રોજ ભાડેરથી મોટી મારડ ગામે જતાં હતાં ત્યારે ભાડેર-વાડોદર વચ્ચેના રસ્તા પર બાઇક સ્લીપ થઇ જતાં બંને પિતા-પુત્રને ઇજાઓ થતાં જુનાગઢ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ત્યાંથી દેવાભાઇને વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોડી રાતે મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

મૃત્યુ પામનાર છુટક મજૂરી કરતાં હતાં. સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરૂરી કાગળો કરી ધોરાજી પોલીસને જાણ કરી હતી.

(11:00 am IST)