Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

ઉનાના એલમપુરમાં ગેરકાયદે ખનીજ ખોદકામ ઉપર દરોડો પથ્થર કાપવાની ૪ ચકરડી જનરેટર સહિત ૧ર લાખનો મુદામાલ જપ્ત

(નીરવ ગઢીયા દ્વારા) ઉના તા. ૧૭ :.. તાલુકાના એલમપુરમાં ખનીજ વિભાગની ટૂકડીએ ગેરકાયદે ખનીજ ખોદકામ ઉપર દરોડો પાડીને ખોદાકામમાં વપરાયેલ પથ્થર કાપવાની ૩ ચકરડી જનરેટર સહિત ૧ર લાખનો મુદામાલ જપ્ત કરેલ છે.

ઉના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલ. સી. બી. પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન એલમપુર ગામના માંગડાધાર નામની સીમ વિસ્તારમાંથી સર્વે નંબર જમીનમાં આવેલ ખાણમાં ગેરકાયદેસર રીતે પથ્થર કાપવાની પ્રવૃતિ ચાલુ છે તેવી બાતમી મળતા રેઇડ પાડતા સ્થળ પરથી ત્રણ પથ્થર કાપવાની ચકરડી એક જનરેટર તથા બે ટ્રેકટર સહિત અંદાજીત ૧ર લાખનો મુદામાલ કબ્જે કરી ગીર સોમનાથ એલ. સી. બી. પો. હેડ કો. પ્રફુલ વાઢેર રાજુ ગઢીયા તથા એલસીબી ટીમ દ્વારા બે વ્યકિતને પકડી તેઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા જિલ્લા ભુસ્તર શાસ્ત્રીને રિપોર્ટ કરવામાં આવ્યો હતો.

(11:37 am IST)