Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

સુત્રાપાડા ધામરેજ રોડનું ૧પ.પ કરોડના ખર્ચે રોડ મંજુર થતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલનો આભાર વ્યકત કરતા પૂર્વ મંત્રી જસાભાઇ બારડ

(રામસિંહ મોરી દ્વારા) સુત્રાપાડા તા. ૧૭: સુત્રાપાડાના વતની અને રાજયના પૂર્વ કેબિનેટ મંત્રી જસાભાઇ બારડ દ્વારા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલને રજુઆત કરતા સુત્રાપાડાથી ધામળેજ રોડ અતિ ખરાબ હોય અને લોકોને ખુબ જ પરેશાની થતી હોય તે બાબતે સુત્રાપાડાના વતની અને રાજયના પૂર્વ કેબિનેટ મંત્રીને રજૂઆત આવતા તેઓએ આ બાબત રજૂ કરતા તાત્કાલિક અસરથી રૂ. ૧પ.પ કરોડના ખર્ચે રોડનું કામ મંજુર કરવામાં આવ્યું રોડ ટુંકજ સમયમાં કામ શરૂ થઇ જશે.

રોડનું કામ મંજુર થતા જસાભાઇ બારડે ગુજરાત રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલનો આભાર વ્યકત કર્યો હતો.

(11:37 am IST)