Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

મોરબી કોરોના સેન્ટરમાં મનોરંજન

મોરબી : કોરોના કેર સેન્ટર રદ્યુવંશી સમાજ દ્વારા કાર્યરત હોય જયાં દર્દીઓના મનોરંજન માટે હાસ્યરસ કાર્યક્રમ યોજાયો હતો. હાસ્ય કલાકાર હિતેષ કોટેચાએ રદ્યુવંશી કોરોના કેર સેન્ટરમાં હાસ્ય રસ રજુ કર્યો હતો કોરોના પોઝીટીવ દર્દીઓ અહી સારવાર લઇ રહ્યા હોય જે ખુશ રહે અને જલ્દીથી સ્વસ્થ થાય તેવા હેતુથી હાસ્યરસ કાર્યક્રમ યોજાયો હતો. દર્દીઓને મનોરંજન કાર્યક્રમ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરત કરાવી જલ્દી સ્વસ્થ થાય તેવા ઉમદા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હાસ્યરસ કાર્યક્રમ યોજાયો તે તસ્વીર.

(11:44 am IST)