Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

જુનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર નવા ૧૩પ પોઝીટીવ ૮૦ દર્દી ડિસ્ચાર્જ થયા

જુનાગઢ સીટીમાં ૪ દિવસમાં ર૪૭ કેસ વધ્યા

જુનાગઢ, તા. ૧૭ : જુનાગઢ જિલ્લામાં કોઇની પણ શરમ રાખ્યા વગર કોરોનાએ કહેર મચાવવાનું ચાલુ રાખતા નવા ૧૩પ પોઝીટીવ કેસનો ઉમેરો થયો છે.

શુક્રવારે નવા ૧૩પ કેસોમાંથી ૭૪ કેસ જુનાગઢ શહેરનાં ગઇકાલે જુનાગઢ બાદ સૌથી વધુ ૧૮ કેસ માળીયા હાટીનાં તાલુકામાં નોંધાયા હતા.

જુનાગઢ સીટીમાં તા. ૧૩ એપ્રિલથી ૧૬ એપ્રિલનાં ૪ દિવસમાં ર૪૭ કેસનો વધારો થયો છે.

કોરોનાના પડકારનાં સામના માટે વેકસીનેશનની કામગીરી માટે તંત્ર દ્વારા રાત-દિવસ એક કરવામાં આવ્યા છે. શુક્રવારે જુનાગઢ શહેરમાં પ૦૮ વ્યકિતને અને ગ્રામ્યમાં ૧૭૬૩ લોકોને કોરોના પ્રતિરોધક રસી આપવામાં આવી હતી.

કોરોના વિસ્ફોટને લઇ કેશોદ, માળીયા, ભેંસાણ, વિસાવદર અને મેંદરડા તાલુકામાં બાવીસ સ્થાન પર કન્ટેઇનમેન્ટ અને રર સ્થળો પર જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી દ્વારા જાહેર કરવામાં આવેલ છે.

જેમાં ૯૬ ઘરના ૩૯૪ લોકોનો સમાવેશ થાય છે. અહીંના વિસ્તારની હદને સીલ કરી આ વિસ્તારમાં તમામ પ્રકારની અવરજવર પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે.

આમ તંત્રનાં અથાગ પ્રયાસો છતાં કોરોનાનાં કેસ ઘટવાનું નામ લેતા નથી. કોરોના સંક્રમણની ચેઇનને તોડવા માટે તમામનો સહકાર આવશ્યક છે. ખાસ કરીને માસ્ક અવશ્ય પહેરી રાખવામાં આવે અને સામાજિક અંતર જાળવવામાં આવે તો જ કોરોનાને હરાવી શકાશે.

તેમજ જાહેરનામા ઉપરાંત નાઇટ કફર્યુ પાલન કરી તંત્રને સહકાર આપવો જરૂરી બન્યો છે.

(12:54 pm IST)