Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

કેશોદમાં સ્વૈચ્છીક લોકડાઉનનું પાલન કરતુ મોબાઇલ એસોસિયેશન

(કમલેશ જોષી દ્વારા)કેશોદ,તા. ૧૭: કેશોદ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં દિન પ્રતિદિન સતત પોઝીટીવ કેસમા વધારો જોવા મળી રહ્યો છે આ કોરોના ની શાકળ તોડવા માટે સ્વૈચ્છિક પોતાની મોબાઇલની દુકાનો બપોરના ૩ વાગ્યા પછી પોતાનો ધંધો બંધ રાખશે આ નિર્ણય તારીખ ૩૦.૪.૨૦૨૧ સુધી બંધમાં જોડાશે મોબાઈલ એસોસિએશનનાં પ્રમૂખ રાજુભાઈ બોદર તથા ઉપ પ્રમૂખ દિવ્યેશ ભાઇ છાયા. દ્વારા જણાવેલ કે આપણા દેશમાં જે કોરોનાનો અજગર ભરડો લઇ રહ્યો છે તેવા સમયે આપણા વ્યવસાય કરતા પણ આપણી સલામતી મહત્વની બનતી હોય છે.

(12:55 pm IST)