Gujarati News

Gujarati News

News of Sunday, 16th May 2021

દેવભૂમિ દ્વારકામાં તૌકતે વાવાઝોડાની સંભવિત અસરને પહોંચી વળવા જિલ્‍લા તંત્રની અસરકારક કામગીરી

દરીયાકાઠાના ૫૧ ગામોને એલર્ટ કરી લોકોને સલામત સ્‍થળે ખસેડાવા શેલ્‍ટર હોમ શરૂ કરાયા: એન.ડી.આર.એફ. તથા એસ.ડી.આર.એફ.ની ૪ ટીમો લોકોની સુરક્ષા માટે ખડેપગે તૈનાત: કોવિડ હોસ્‍પિટલમાં વિજ પુરવઠો ન ખોરવાય તે માટે કરાઇ વ્‍યવસ્‍થા

દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં તૌકતે વાવાઝોડાની સંભવિત અસરને પહોંચી વળવા રાજય સરકારના માર્ગદર્શન હેઠળ જીલાલ વહિવટી તંત્રએ અધિકારીઓની જુદી જુદી ટીમો બનાવીને રાહતની કામગીરી શરૂ કરી દીધી છે. જિલ્‍લા પ્રભારી સચિવ લોચન શહેરા તથા જિલ્‍લા કલેકટર ડો. નરેન્‍દ્રકુમાર મીનાના સંકલનમાં વાવાઝોડાની સંભવિત અસરને પહોંચી વળવા જિલ્‍લા તંત્ર સજ્જ થયું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્‍લો દરિયાઇ વિસ્‍તાર ધરાવતો હોવાથી વાવાઝોડાનું ઝોખમ વધુ રહેતું હોય છે. વાવાઝોનાની સંભવિત અસરને પહોંચી વળવા મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તથા નાયબ મુખ્‍યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ તેમજ રાજયકક્ષાએથી આવતી માર્ગદર્શિકા પ્રમાણે જિલ્‍લા તંત્ર દ્વારા રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે. દરીયાઇ વિસ્‍તારમાં આવેલા જિલ્‍લાના દ્વારકા તાલુકાના ૧૭ ગામોને એલર્ટ કરવામાં આવ્‍યા છે. નિચાણવાળા વિસ્‍તારોમાંથી ૧૦૦૯૦ ને સ્‍થાળાંતર કરવાના થતા તૈ પૈકી ૬૮૧૫ ને સ્‍થળાંતર કરાવાયું છે. તૈ પૈકી ૪૦૦ લોકોનું સ્‍થાળાંતર ગવર્નમેન્‍ટ શેલ્‍ટર હાઉસમાં કોવિડ ગાઇડલાઇન મુજબ અને બાકીનાને સ્‍વૈચ્‍છીક સંસ્‍થાઓમાં સ્‍થાળાંતર કરાવેલ છે. દ્વારકામાં ૨૦૦૦ અને ઓખામાં ૧૦૦૦ ફુડ પેકેટ બનાવેલ છે. અને સાત શેલ્‍ટર હોમ બનાવેલ છે. દરિયા કાઠાના વિસ્‍તારમાં કુલ  ૧૭ શેલ્‍ટર હોમ બનાવેલ જયાં નોડલ ઓફીસર અને સબ નોડલ ઓફીસરના ઓર્ડર કરેલ છે. જેમાં જમવા, રહેવા, રાત્રી રોકાણ, પાણી અને બાથરૂમની વ્‍યવસ્‍થા કરવામાં આવેલ છે.
દ્વારકાના રૂપેણ બંદરમાં મોટી સંખ્‍યામાં વાવાઝોડાથી પ્રભાવિત થનાર લોકો રહેતા હોય છે ત્‍યાં મહેસુલી તંત્ર, પોલીસ તંત્ર, એનડીઆરએફ, એસડીઆરએફ તથા નગરપાલિકા દ્વારા પેટ્રોલીંગ કરી લોકોને તાત્‍કાલીક સ્‍થળાંતર કરવા તાકીદ કરેલ છે.
એનડીઆરએફ ની ર ટીમ દ્વારકામાં અને ૧ ટીમ ઓખા તથા એસડીઆરએફની ૧ ટીમ લોકોની સુરક્ષા માટે ખડેપગે તૈનાત કરાઇ છે. પાવર રીસ્‍ટોર માટે પીજીવીસીએલ તથા જેટકો ટીમો કાર્યરત છે. દરિયાઇ વિસ્‍તારોના ગામોમાં આવેલા સસ્‍તા અનાજની દુકાનોમાં અનાજનો જથ્‍થો ભરવામાં આવ્‍યો છે.
વાવાઝોડાની અસર વિજ પુરવઠા પર પડતી હોય છે. પણ સરકાર દ્વારા સંવેદનશીલતા દાખવીને કોવિડ હોસ્‍પિટલોમાં તથા ઓક્સિજન સપ્‍લાયમાં વીજ પુરવઠો ન ખોરવાય તે માટે જનરેટરની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.
વાવાઝોડાની સંભવિત અસરને પહોંતી વળવા જિલ્‍લાતંત્રને રાજય સરકારનું સતત માર્ગદર્શન મળી રહયું છે. દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં વાવઝોડાની સંભવિત અસરને પહોંચી વળવા જિલ્‍લા તંત્ર દ્વારા યુધ્‍ધના ધોરણે કામગીરી શરૂ કરી દીધી છે.

દ્વારકા ખાતે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવેલ છે. જેનો નંબર ૦૨૮૯૨ ૨૩૪૫૪૧ અને મોબાઇલ -૮૫૧૧૮૭૨૩૫૦ છે.

(12:04 am IST)
  • તૌક્તે વાવાઝોડા ના પગલે તિથલનો દરિયો થયો ગાંડોતૂર:ભારે કરંટ દેખાઈ રહ્યો છે: વલસાડ ના તિથલ દરિયામાં જોવા મળી રહ્યો છે કરંટ :વલસાડ માં ભારે પવન સાથે સતત વરસી રહ્યો છે વરસાદ જેથી ગ્રામ્ય વિસ્તાર માં વીજળી ડૂલ પણ થઈ છે (કાર્તિક બાવીશી ) access_time 10:32 pm IST

  • જૈશ-એ-મોહમ્મદના એક આતંકવાદીની દિલ્હીમાંથી ધરપકડ કરવામાં આવી છે, જે વિવાદાસ્પદ પૂજારી સ્વામી યેતી નરસિમ્હાનંદની હત્યાનું કાવતરું ઘડી રહ્યો હતો. આરોપીની ઓળખ જાન મોહમ્મદ ડાર તરીકે થઈ છે. તે કાશ્મીરના પુલવામાનો છે અને દિલ્હીના પહાડગંજની એક હોટલમાં રોકાયો હતો. દિલ્હી પોલીસને આ આતંકી પાસેથી કેસરી ઝભ્ભો, સફેદ પાજામો, કલાવા, મણકો, ચંદન અને કુમકુમ મળી આવ્યું છે. ડારના કબજામાંથી .30 બોરની પિસ્તોલ અને બે મેગેઝીન મળી પણ આવ્યા છે, જેમાં 15 જીવંત કારતુસ છે. પ્રારંભિક પૂછપરછમાં જાન મોહમ્મદ ડારે ખુલાસો કર્યો હતો કે તેને આતંકી સંગઠન દ્વારા પુજારીની હત્યા કરવાનું કહેવામાં આવ્યું હતું. access_time 6:20 pm IST

  • કેરળમાં પણ કેસ ઘટયા: સાજા થવાનો આંક ઘણો ઊંચો રહ્યોકેરળમાં પણ કોરોના કેસ ઘટી ગયા. ૨૪ કલાકમાં આજે નવા ૨૯૭૦૪ કેસ નોંધાયા, ૮૯ મૃત્યુ થયા અને ૩૪૨૯૬ સાજા થયા છે. નવા કેસ કરતા સાજા થવાનો આંક લગભગ સાડા ચાર હજાર જેટલો વધુ છે. access_time 7:48 pm IST