Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

ઉનામાં વધતુ કોરોના સંક્રમણ એક મહિનામાં ૧૫૨ મૃત્યુ

સરકાર દ્વારા સાચા આંકડા જાહેર કરાતા નથીઃ કોરોના પોઝીટીવ કેસ વધ્યાઃ આરોગ્ય કેન્દ્રમાં ઓકિસજન દવાનો પુરતો સ્ટોક આપવા માંગણી

(નવીન જોષી દ્વારા) ઉનાપ તા.૧૭: ઉના શહેર તથા તાલુકામાં કોરોના સંક્રમણ વધતુ જાય છે. જેના કારણે અનેક લોકો જીવ ગુમાવી રહેલ છે એક મહિનામાં કોરોનાથી ૧૫૨ વ્યકિતઓના બિન સતાવાર મૃત્યુ થયા છે સરકાર દ્વારા કોરોના પોઝીટીવ અને કોરોનાથી મૃત્યુઆંક સાચા જાહેર કરાતા નથી.

ઉના શહેર તાલુકામાં કોરોનાથી ૧૫૨ વ્યકિતના મૃત્યુ થયાનું બિન સતાવાર જાણવા મળે છે. શહેરમાં કોરોના કેર આરોગ્ય કેન્દ્રમાં ઓકિસજન અને ઇન્જેકશન દવાઓ વગેરેનો પુરતો સ્ટોક આપવા માંગણી થતી રહે છે. ઉના શહેર-તાલુકામાં કોરોનાના દર્દીઓને પુરતી સારવાર આપવા તેમજ કોરોનાથી મૃત્યુ અને પોઝટિીવ કેસના સાચા આંકડા જાહેર કરવા માંગણી ઉઠી છે.

(10:38 am IST)