Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

ઉનામાં વહેલી સવારે ભૂકંપનો આંચકો

વહેલી સવારે પોણા ચાર વાગ્યે ધરતી ધ્રુજીઃ જાનહાનિ કે નુકશાન નથી

(નવીન જોષી દ્વારા) ઉના, તા.૧૭: આજે વહેલી સવારે પોણા ચાર વાગ્યે ભૂકંપનો જોરદાર આંચકો આવ્યો હતો. વહેલી સવારે પોણા ચાર વાગ્યે ભૂકંપનો જોરદાર આંચકો આવતા મકાનો ધ્રુજી ઉઠયા હતાં વહેલી સવાર ભૂકંપના આંચકાથી લોકો નિદ્રામાંથી જાગી ગયા હતા અને ઘરની બહાર નીળી ગયા હતાં. ભૂકંપના આંચકાથી કયાંય જાનહાની કે નુકશાન થયું નથી. ભૂકંપના આંચકોનો અનુભવ ઉના શહેર તથા આજુબાજુ વિસ્તારમાં પણ લોકોને થયો હતો.

(11:16 am IST)