Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

'તૌકતે' આજે રાત્રે ૮:૩૦ થી ૧૧:૩૦ પોરબંદર-મહુવાની વચ્ચેથી પસાર થશેઃ ૧૩૫થી ૧૮૫ કિ.મી.ની ઝડપે તોફાની પવન ફુંકાશે

સવારે ૫:૩૦ વાગે એકસટ્રીમલી સિવીયર સાયકલોનીક સ્ટ્રોમમાં પરિવર્તીતઃ મુંબઇથી ૧૯૦, દિવથી ૨૫૦ અને વેરાવળથી ૨૯૦ કિ.મી. દુર : પોરબંદર, જુનાગઢ, અમરેલી, ગિરસોમનાથ અને રાજકોટ જીલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશેઃ આજે સાંજથી આવતીકાલ સાંજ સુધી વાવાઝોડાની અસર રહેશેઃ હવામાન ખાતુ

રાજકોટઃ તા.૧૭, વાવાઝોડુ 'તૌકતે' આજે રાત્રે ૮:૩૦ થી ૧૧:૩૦ દરમિયાન પોરબંદર-મહુવાની વચ્ચે પસાર થશે ત્યારે પવનની ઝડપ ૧૩૫ થી ૧૮૫ કિ.મી.ની જોવા મળશે.

હવામાન ખાતુ જણાવે છે કે આજે સવારે ૫:૩૦ વાગ્યાની સ્થિતિ મુજબ વાવાઝોડુ મજબુત બની એકસટ્રીમલી સિવીયર સાયકલોનીક સ્ટ્રીમમાં પરીવર્તીત થશે. હાલ આ વાવાઝોડુ મુંબઇથી ૧૯૦ કિ.મી. દિવથી ૨૫૦ કિ.મી. અને વેરાવળથી ૨૯૦ કિ.મી. દુર છે.

'તૌકતે' ની અસર આજે સાંજથી જ થવા લાગશે. આજ સાંજથી આવતીકાલ સાંજ સુધીમાં પોરબંદર, જુનાગઢ, અમરેલી, ગીરસોમનાથ, જુનાગઢ અને રાજકોટ જીલ્લામાં સૌથી વધુ અસર જોવા મળશે હાલ આ વાવાઝોડુ ઉત્તર-ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહયું છે.

(11:16 am IST)