Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

લોધીકાના ખીરસરા પાસેથી દેશી કટ્ટા સાથે હરેશ ઉર્ફે રામાધણીને ઝડપી લેતી રૂરલ એસઓજી

એસ.ઓ.જી.ના પીઆઇ એ. આર. ગોહીલની ટીમનો દરોડોઃ શાપર વેરાવળમાં બે દિવસ પહેલા યુપી.ના શખ્સ પાસેથી લીધું હોવાનું રટણ

રાજકોટ તા. ૧૭: લોધીકાના ખીરસરા ગામ પાસે એસઓજીની ટીમે બાતમીના આધારે દરોડો પાડી પારડીના શખ્સને દેશી બનાવટના કટ્ટા સાથે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ લોધીકાના ખીરસરા ગામ પાસે એક શખ્સ હથિયાર વેંચવા આવ્યો હોવાની રૂરલ એસઓજીના એ.એસ.આઇ. ઉપેન્દ્રસિંહ જાડેજા, પરવેઝભાઇ સમા, હેડ કોન્સ. અમીતભાઇ તથા વિજયગીરીને બાતમી મળતા રૂરલ એસ.પી. બલરામ મીણાની સુચનાથી એસઓજીના પીઆઇ એ. આર. ગોહીલ, પીએસઆઇ એચ. એમ. રાણા, એ.એસ.આઇ. ઉપેન્દ્રસિંહ, પરવેઝભાઇ, અમીતભાઇ, અતુલભાઇ, વિજયગીરી તથા કોન્સ. સાહીલભાઇ ખોખર સહિતે ખીરસરા ગામ પાસે આવેલ ૬૬ કે.વી. સબ સ્ટેશન પાસેથી હરેશ ઉર્ફે રામાધણી હિરાભાઇ પરમાર (ઉ.વ. ૩ર) (રહે. હાલ પારડી શીતળા માતાના મંદિર પાછળ શીવસાગર સોસાયટી મુળ પંચાડા તા. કેશોદ) ને રૂ. પ૦૦૦ની કિંમતના દેશી બનાવટના કટ્ટા સાથે પકડી લીધો હતો. હરેશ ઉર્ફે રામાધણી અગાઉ લોધીકા પોલીસ મથકમાં મારામારીના બે ગુનામાં અને શાપર-વેરાવળમાં દારૂના ગુનામાં પકડાઇ ચૂકયો છે તેણે આ હથિયાર બે દિવસ પહેલા શાપર-વેરાવળમાં યુપીના શખ્સ પાસેથી લીધું હોવાનું અને ગઇકાલે તે હથિયાર રૂ. ૧૦ હજારમાં વેંચવા નીકળ્યો હોવાની કબુલાત આપી હતી.

(11:37 am IST)