Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

આસોદર ગામ કન્ટેન્ટમેન્ટ ઝોનમાં

 દામનગરઃ લાઠી તાલુકાનુ વધુ એક આસોદર ગામ તારીખ ૧૩/૦૫/૨૦૨૧ થી ૧૯/૦૫/૨૦૨૧ સુધી કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સામીલ થયું છે. અગાઉ ચાંવડ મતીરાળા અકાળા બાદ હવે કોવિડ ૧૯ ના વધતા સંક્રમણથી આસોદર ગામ પણ સામેલ હતા. લાઠી તાલુકા મામલતદાર સહિત વહીવટી તંત્ર દ્રારા આસોદરની મુલાકાત કરી હતી.આંસોદર થી દામનગર આંસોદરથી લાઠી અને આસોદર થી લુવારીયા એમ ગામ માં આવતા રસ્તા પર બંદોબસ્ત રાખી બહારની અવરજવર સંપૂર્ણ બંધ કરવામાં આવી છે.  અને જરુરી ચીજ વસ્તુઓ સાકભાજી ની દુકાનો સવારે ૮ થી ૧૦:૦૦ અને બપોર પછી ૫:૦૦ થી ૭:૦૦ સુધી ખુલ્લી રહેશે. જરૂરી કામ વગર બહાર નિકળવુ નહીં. પોલીસ રેવન્યુ તલાટી મંત્રી, પંચાયત વિભાગ તાલુકા પંચાયત સદસ્ય આંસોદર, ઉપસરપંચ અને પંચાયત સભ્યોની ઉપસ્થિતિમાં અનેક પ્રકારના અંકુશ સાથે ગામને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મૂકયું છે.

(11:43 am IST)