Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

આટકોટમાં મીની વાવાઝોડું: પતરા-બોર્ડ ઉડયા

 આટકોટઃ આટકોટમાં તૌકતે વાવાઝોડુંની અસર સાંજેથી દેખાય ધુળની ડમરી સાથે મીની વાવાઝોડું ફુંકાયું હતું લોકોમાં ભયની લાગણી ફેલાઇ ગઇ હતી વિજળીના ચમકારા થતાં લોકોમાં ભયની લાગણી ફેલાઇ ગઇ હતી પણ થોડી વાર પછી પવન હળવો થતાં રાહત મળી હતી પણ સવારે વરસાદી છાટા પડયા હતા જસદણ રોડ પર દુકાન બોર્ડ ઉડયા હતાં મોટી જાનહાની થઇ ન હતી. ખેડુતોમાં ચિંતાની લાગણી ફેલાઇ ગઇ હતી. ઉનાળું પાક તલ મગફળી મગને નુકસાનની ભીતી સેવાઇ રહી છે. (તસ્વીરઃ કરશન બામટા-આટકોટ)

(12:16 pm IST)