Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

રાજુલાના ૯૦ વર્ષના શાંતાબેન માંડલીયાએ હોમ કવોરેન્ટાઇન રહી કોરોનાને ભગાડી મુકયો

ગોંડલ,તા.૧૭ : કોરોનાને હરાવવો હોય તો ડરને હરાવવો પડશે વર્તમાન સમયની ભયંકર મહામારીએ અને પરિવારોને હેરાન પરેશાન કરી મુક્યા છે ત્યારે એક પોઝિટિવ કિસ્સો જે સમાજના ઘણા બધા સિનિયર સિટીઝનને ચોક્કસ -પ્રેરણા આપશે અને આ મહામારી સામે લડવાની હિંમત આપશે.

રાજકોટમાં લક્ષ્મીવાડી ૭માં રહેતા સોની પરિવારના ૯૦ વર્ષના શાંતાબેન માંડલીયાને કોરોના પોઝિટિવ આવતા પરિવારમાં બધા ચિંતામાં મુકાય ગયા હતા. એકતો ઉંમર ખૂબ મોટી અને કોરોના બીમારી , ઓકસીજન ની અછત , બેડ મળવામાં સમસ્યા , અને ઉપર થી સતત ધડાધડ લોકોના મૃત્યુ અંગેના સમાચારથી પરિવારના સભ્યો ચિંતા કરવા લાગ્યા હતા પરંતુ જેમને જિંદગીના નવ નવ દાયકા વિતાવ્યા છે અને અનેક અનુભવોથી આજપણ મજબૂત મનોબળ ધરાવે છે તેવા ૯૦ વર્ષના આ બાએ પરિવારના સભ્યોની ચિંતા જાણી સૌને જણાવી દીઘુંકે મારી બહુ ચિંતા કરતા નહિ . હું કોર્નટાઇન રહીશ અને તમે બધા પણ હિંમત રાખો. હું મજબૂત અને મક્કમ મનોબળ થી આ કોરોના ને હરાવીશ.

અને ૯૦ વર્ષના શાંતાબેને જે કીધું તે કરી બતાવ્યું ડોકટરની દવા, પરિવારજનોની સારવાર અને મજબૂત મનોબળથી થોડાજ દિવસોમાં તેમણે કોરોના ને હરાવી  સાજા થઈ ગયા.

કોરોના મહામારીમાં સૌથી શ્રેષ્ઠ સારવાર હોય તો તે હકારાત્મક અભિગમ અને મજબૂત મન છે. આ ઉંમરે કોરોનાને હરાવીને સાબિત કરી આપ્યું કે મક્કમ મનોબળ અને મજબૂત મન થી કોરોનાને હરાવી શકાય છે.આજે તંદુરસ્ત અને નિરોગી બની ગયા છે.

સાજા થયા બાદ કહ્યું કે , ચોક્કસપણે ધ્યાન રાખવાનું જ છે , દવા પણ લેવા ની છે અને જરૂર પડે તો હોમ કોર્નટાઇન અથવા હોસ્પિટલમાં પણ જઈ જ આવવાનું. ભાવે કે ન ભાવે પણ પૂરતો ખોરાક ડોકટર ની સલાહ મુજબ સતત લેતા રહેવાનો તો જ શકિત મળશે.પણ આ બધા ઉપરાંત જે સૌથી વધુ જરૂર છે તે જીવન જીવવા ની જીજીવિષા અને આ સમસ્યા સામે લડવા ની માનસિક શકિત ની જે દિવસે પોઝિટિવ આવે તે જ દિવસ થી જો સંપૂર્ણપણે ૧૦૦ એ ૧૦૦ ટકા હકારાત્મક અભિગમ કોઈ પણ ઉંમર ની વ્યકિત પાસે હોય અને સતત જાળવી પણ રાખે કે હમણાં આ સમય પસાર થઈ જશે તો ચોક્કસ તે બહાર આવી જ જાય.. આ સમય માં દર્દી જોડે કોઈ પણ -કાર ની નકારાત્મક વાતો કે વિચાર ન થાય તે પણ ખૂબ જ જરૂરી છે. ઈશ્વર માં પુરી શ્રદ્ધા સાથે , પરિવાર ના લોકો ની હૂંફ થી અને આવા જ સારા ઉદાહરણો કોઈ પણ વડીલ ની સામે મુકવા થી તેમનું ટેનશન ચોક્કસ હળવું થઈ શકશે.

(12:20 pm IST)