Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

અમરેલી - જિલ્લામાં ભારે પવન સાથે છાંટા : ચોમાસા જેવો માહોલ

સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિ સામે તંત્ર સજ્જ : એનડીઆરએફની ટીમો પણ ખડેપગે

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૧૭ : ગઇકાલે રાત્રીના સમયે અચાનક વાતાવરણ બદલાયું હતું. રાત્રીના બે વાગ્યા પછી પવનના સુસવાટા શરૂ થયા હતા. વરસાદના છાંટા પડયા છે.

રાજુલા પંથકના નાગેશ્રી સહિતના ગામોમાં ભુકંપનો આંચકો અનુભવાયો હતો. નાગેશ્રીથી શરૂ થયેલ ભૂકંપના આંચકાનું એપી સેન્ટર ગીર પંથક હોય તેમ ગીર સોમનાથના ગામો સૂત્રાપાડા સહિતના વિસ્તારોમાં અને ઉનાના ગામોમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. નાગેશ્રી પંથકમાં આંચકા બાદ અમરેલી સુધીના વિસ્તારોમાં પણ આંચકો અનુભવાયો હતો. સવારના શરૂ થયેલ ચક્રવાત આ લખાય છે ત્યાં સુધી શરૂ છે. ધૂળની ડમરી સાથે ભારે પવન ફુંકાયો હતો અને ચોમાસા જેવો માહોલ સર્જાયો છે.

આગાહીના પગલે વહિવટી તંત્ર દ્વારા એલર્ટ બની સજ્જડ વ્યવસ્થા કરી હતી. દરિયાકાંઠા વિસ્તારના ગામોમાં અધિકારીઓને મુકી મોનિટરીંગ થઇ રહ્યું છે અને સરકાર દ્વારા સ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફની ટીમો ઉતારવામાં આવી છે અને તંત્ર સતત સંકલનમાં રહી બાજ નજર રાખી રહ્યું છે.

(12:54 pm IST)