Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

પૂ. મુકતાનંદબાપુના જન્મદિવસની સાદાઇથી ઉજવણી : જૂનાગઢ, વિસાવદર, જેતપુર, દ્વારકામાં રકતદાન કેમ્પો : રાત્રે વેબિનાર

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૧૭ : જૂનાગઢ નજીક આવેલા ચાંપરડા સુરેવધામ આશ્રમના મહંત અને અખિલ ભારત સાધુ સમાજના પ્રમુખ પૂ. મુકતાનંદજી મહારાજનો આજે ૬૨મો જન્મદિવસ છે.

જેની સાદાઇથી સમાજ સેવાને પ્રેરણારૂપ ઉજવણી સેવક સમુદાય દ્વારા કરવામાં આવી રહી છે. જેમાં જેતપુર જૂનાગઢ વિસાવદર દ્વારકામાં રકતદાન કેમ્પ આજ સવારથી શરૂ થયા છે. જેમાં વિસાવદર અને જૂનાગઢ ખાતે રકતદાન કેમ્પની પૂ. મુકતાનંદબાપુએ મુલાકાત લઇ આ પ્રવૃતિની બિરદાવી હતી. આજે રાત્રે શ્રી રાજગોર પરિવાર કોવિડ કેર સેન્ટર રાજકોટ દ્વારા પૂ. બાપુના જન્મદિન નિમિતે રાત્રે ૯ કલાકે કોરોના મહામારી અંગે મંથન અને માર્ગદર્શન વેબિનાર યોજાશે તેમાં પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝા, પૂ.મુકતાનંદબાપુ, પુ. નિલકંઠચરણદાસજી અને ગિજુભાઇ ભરાડ માર્ગદર્શન આપશે.

આનંદ ધારા પ્રોજેકટ હેઠળ વિસાવદર તાલુકો અને આજુ ગ્રાંટ ફાળવી જીલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાય સાથે ચર્ચા વિચારણા કરી જરૂરીયાત મુજબ રીનોવેશન કરાવી તેમજ વર્ગ ખંડો વધારી જરૂરીયાત મુજબ શૈક્ષણિક સાધનો પણ આપવામાં આવે છે અને શિક્ષણ જગત અને લોકો દ્વારા જેમને ક્રાંતિકારી સંતનું બિરૂદ આપવામાં આવ્યુ છે. એવા બાપુ શૈક્ષણિક સેવા ઉપરાંત આજથી ૧૨ વર્ષ પહેલા આ વિસ્તારના દર્દીઓને આરોગ્ય લક્ષી સેવા પ્રાપ્ત થાય કયાંય દોડવુન પડે તે માટે હેલ્થ એઇડ ટ્રસ્ટ હેઠળ જય અંબે મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલની સ્થાપના કરી જેમાં આજે દરેક રોગ નિષ્ણાંત એમ.ડી. ડોકટરો સેવા આપે છે અને દરેક રોગનું નિદાન સારવાર ઓપરેશન સહિતની સેવા પૂ.મુકતાનંદબાપુ દ્વારા વિનામૂલ્યે આપવામાં આવે છે. હંમેશા સમાજને કઇને કઇ આપવા સર્જાયેલ પૂ. બાપુના માર્ગદર્શન હેઠળ જય અંબે હોસ્પિટલમાં કોવિડ કેર સેન્ટર પણ શરૂ કરાયું છે. જેમાં ૩૦૦ થી વધુ દર્દીઓ કોરોનાની સારવાર લઇ સ્વસ્થ બન્યા છે.

સોમવારે પૂ. મુકતાનંદબાપુના જન્મદિન નિમિતે હાલમાં કોરોના મહામરી દરમ્યાન કેટલાક દર્દીઓને તાકીદે લોહીની જરૂર તેમજ થેલેસેમીયાગ્રસ્ત બાળકોને પણ લોહીની જરૂર હોય ત્યારે આ સમાજ સેવાના ભાગરૂપે પૂ. બાપુના આદેશથી જન્મદિવસની સાદાઇ પૂર્વક અને સમાજસેવાના ભાગરૂપે ઉજવણી કરવા માટે સેવક સમુદાય દ્વારા અનેક જગ્યાએ પરશુરામ ફાઉન્ડેશન યુવા પાંખ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન અને સમસ્ત બ્રહ્મસમાજ તથા રાજગોર બ્રાહ્મણ યુવક મંડળ દ્વારા પ્રેમાનંદ વિદ્યામંદિર મોતીબાગ રોડ બિલનાથ મંદિર પાસે સવારથી જ રકતદાન કેમ્પ શરૂ થશે. જેઓ મો. નં. ૯૯૦૪૨ ૭૮૯૪૯ ઉપર મેસેજથી રકતદાતાએ રજીસ્ટ્રેશન કરાવવા અપીલ કરવામાં આવી છે.

ઉપરાંત વિસાવદર તાલુકા પત્રકાર સંઘ દ્વારા આજ દિવસે સોમવારના રોજ સવારે ૯ થી બપોરે ૧ કલાક દરમ્યાન લેઉવા પટેલ સમાજની વાડી વિસાવદર ખાતે રકતદાન કેમ્પ યોજાશે. તેમજ દ્વારકા સનાતન સેવા મંડળ તેમજ શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે રકતદાન શિબિરનું આયોજન કરાયું છે. આમ પૂ. બાપુના જન્મદિન નમિતે ૩ જગ્યાએ મહારકતદાન કેમ્પો યોજનાર છે.

તેમજ રાજગોર બ્રાહ્મણ વિદ્યાર્થી સંઘ દ્વારા ભાદર -૧ ડેમ સાઇટ પર ૨ હેકટર અંદાજે ૧૩ વિઘાની ખાલી જમીનની જગ્યામાં ૧૬૦૦ વૃક્ષોનું વાવેતર કરી તેને મુકતાનંદ બાગનામ આપવાનુ આયોજન કરાયું છે.

આ રકતદાન કેમ્પમાં સહભાગી થવા સારસ્વત મિત્રોને રકતદાન કરવા જીલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાયએ અપીલ કરી છે. ઉપરાંત જય વસાવડા, સાઇરામ દવે સહિતનાએ સોશ્યલ મિડીયા દ્વારા લોકોને રકતદાન કરવા અપીલ કરી છે.

(1:00 pm IST)