Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

વિસાવદરના ૧૦૮ની છાપ ધરાવતા ધરાસભ્ય રીબડીયા દ્વારા પોતાના ખર્ચે રેપીડ ટેસ્ટ કીટ મંગાવી લોકસેવા કેન્દ્ર ખુલ્લુ મુકાયુ

વિસાવદર તા.૧૭ : અહીંના ૧૦૮ની છાપ ધરાવતા ધારાસભ્ય હર્ષદભાઇ રીબડીયા દ્વારા છેલ્લા એકાદ મહિનાથી પોતાના બંન્ને પુત્રો તથા કાર્યકરો સાથે સામુહીક આરોગ્ય કેન્દ્રમાં ધામા નાખી પોતાના ખર્ચે આવતા દર્ર્દીઓ માટે બેસવાની તેમજ ઠંડાપાણીની વ્યવસ્થા કરેલ છે. તેમજ પોતાની તમામ ગાડીઓ સાથે દર્દી નારાયણની સેવાની ભેખ લઇ સતત દવાખાનામાં ધુણી ધખાવી દવાખાનામાં પોતાનું લોકસેવા કેન્દ્ર ચાલુ કરેલ છે. જરૂરીયાત મંદ દર્દીની જરૂૈરીયાત મુજબ પોતાને ઉપયોગી તમામ સેવા પુરી પાડી રહયા છે તો કોઇ દર્દીને જુનાગઢ કે હોય કે ન હોય પોતાની ગાડીઓ  સતત દોડાવી રહયા છે.

છેલ્લા એકાદ માસથી તેઓને મળતો ધારાસભ્ય તરીકેનો પગાર પણ તેઓ પ્રજા માટે વાપરી રહયા છે. ત્યારે આજરોજ ધારાસભ્ય તરીકે તેમના ધ્યાનમાં આવતા વિસાવદર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં આજથી એન્ટીજન (રેપીટ) કીટ ખલાસ થઇ જતા તાબડતોબ પોતાના ખર્ચે ૩૦૦ નંગ રેપીડ કીટ  મંગાવી કોરોના ટેસ્ટીંગ પોતાના ખર્ચે ચાલુ કરાવેલ છે અને લોકોને તાવ, સર્દી, ઉધરસ, આવતા હોય તો તાત્કાલીક ટેસ્ટીંગ કરાવી જરૂરી દવા લઇને હોમ આઇસોલેટ થવુ તેમજ તબીયત વધુ ગંભીર જણાય તો વિસાવદર સિવિલ હોોસ્પિટલઅમાં અમારા લોકસેવા કેન્દ્રમાં જાણ કરવી તેમ જણાવેલ છે. તેમજ હજુ વધુ ટેસ્ટીંગ કીટ મંગાવેલ છે. જે ટુંક સમયમાં ઉપલબ્ધ થશે તેમ પણ એક યાદીમાં જણાવેલ છે. આ ઉપરાંત કોઇપણ વ્યકિતને દર્દીને કોઇપણ પ્રકારની અગવડતા કે જરૂરીયાત હોય તો તેમનો તથા તેમના પુત્રોનો ર૪ કલાકમાં ગમે ત્યારે સંપર્ક સાધવા જણાવેલ છે.

(1:07 pm IST)