Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

માળિયામીંયાણાના જુમાવાડીમાં ૮૦૦, ઉંટબેટ ગામે ૬૦, ઝીંઝુડા-૩૦, શામપરમાં ૪૦નું સ્થળાંતર

(પ્રવિણ વ્યાસ દ્વારા) માળિયા તાલુકાના જુમાંવાડી વિસ્તારમાં ૮૦૦ લોકોનું સ્થળાંતર કરાયું છે જયારે ઊંટબેટ ગામે પણ ૬૦ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે જયારે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ૨ જનરેટર અને ડીઝલની વ્યવસ્થા કરવામા આવી છે.

વાવાઝોડાને પગલે એનડીઆરએફ ટીમો તૈનાત કરી દેવામાં આવી છે અને તંત્ર આગોતરા તૈયારી કરીને વાવાઝોડાને પગલે સૌથી ઓછું નુકશાન થાય તેમજ જાનહાની ના થાય તેવા પ્રયાસો કરી રહ્યું છે. માળિયા તાલુકાના જુમાંવાડી વિસ્તારમાં ૮૦૦ લોકોનું સ્થળાંતર કરાયું છે જેને ન્યુ ટાટાનગર ખાતે રાખવામાં આવશે  ઊંટબેટ (શામપર) ગામે ૬૦ લોકોને ગામની પ્રાથમિક શાળામાં ખસેડાયા છે તે ઉપરાંત ઝીન્ઝુંડામાં ૩૦ અને શામપરમાં ૪૦ જેટલા લોકો જે કાચા મકાનમાં રહેતા હોય ગામની પ્રાથમિક શાળા ખાતે ખસેડવામાં આવ્યા છે તેવી માહિતી નાયબ મામલતદાર તેજસ પટેલ અને સંજયભાઈ પાસેથી પ્રાપ્ત થઇ છે તો એનડીઆરએફ ટીમો સતત કાર્યરત હોવાનું એનડીઆરએફના પીઆઈ પુરોહિત અને પીઆઈ રાકેશે જણાવ્યું હતું.

વાવાઝોડાને પગલે તંત્ર દ્વારા આમરણ ખાતે ૨ આશ્રય સ્થાનો રિઝર્વ રાખવામાં આવ્યા હોવાની માહિતી મળી છે જેથી સ્થળાંતર કરેલ લોકોને સમયસર ત્યાં ખસેડી શકાય.

ટીંબડી ગામે શોટસર્કિટ : વીજ ઉપકરણો ખાખ

મોરબી નજીકના ટીંબડી ગામે થાંભલામાં શોટસર્કીટ થયા બાદ ગામમાં તેની અસર જોવા મળી હતી અને ગામમાં અનેક વીજ ઉપકરણો બળીને ખાહ થયા હતા.

ગત રાત્રીના સમયે મોરબીના ટીંબડી ગામે થાંભલામાં શોટસર્કીટ થવા પામ્યું હતું વીજ થાંભલામાં શોર્ટસર્કીટ થતા વીજ તાર નીચે પડ્યા હતા અને કડાકા ભડાકા થયા હતા જેના પગલે ગામમાં અનેક ઘરોમાં વીજ ઉપકરણો બળીને ખાખ થવા પામ્યા હતા જોકે કોઈ જાનહાની કે ઈજાના સમાચાર પ્રાપ્ત થયા નથી.

સિરામિક ઉદ્યોગને સાવચેતી રાખવા અપીલ

તૌકતે વાવાઝોડાને પગલે મોરબી સિરામિક ઉદ્યોગ જગત માટે એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ પટેલ દ્વારા જરૂરી સૂચનો સાથે સાવચેતી રાખવા જણાવાયું.

પ્રોડકશન પણ જરૂરીયાત હોય તેટલા જ સ્ટાફ સાથે ચાલુ રાખવુ અથવા તો ટેમ્પરેરી શટડાઉન લઇ લેવુ વધુ હિતાવહ છે કારણ કે જે રીતે ફોરકાસ્ટ મુજબ સ્પીડ છે વાવઝોડા ના તે જોતા પતરા , સ્પ્રેડ્રાયર તેમજ ચીમની અને ઇલેકટ્રીક થાંભલા વગેરે મોટી તારાજગી સર્જી શકે છે ત્યારે કારીગરો તેમજ કંપની ના ભાગીદારો ની સલામતી માટે તાત્કાલીક પ્લાન્ટ મા જરૂર વગરના તમામ ઓપરેશન જેવાકે સ્પ્રેડ્રાયર , માટીખાતુ , વોલ ટાઇલ્સ લાઇન , તેમજ પોલીસીંગ , શોર્ટીંગ તેમજ લોડીંગ વગેરે ડીપાર્ટમેન્ટ બંધ રાખી ફકત જરૂરીયાત હોય તો કીલન એક જ ચાલુ રાખવી અને શકય હોય તો તેમા પણ ફીડીંગ બંધ કરીને ટેમ્પરેચર ડાઉન કરીને રાખવા કારણકે પવન ની ગતિ એટલી તેજ છે કે કટોકટી ની સ્થિતી મા ઇમરજન્સી મા ભાગાભાગી થઇ શકે એટલે બચવા માટે અને જોખમ ઘટાડવા માટે કિલન ફીડીંગ પણ બંધ રાખવુ જરૂરી છે સાથોસાથ ઇમરજન્સી મા વાયરમેન તેમજ ઓપરેટર અને ટીમ પણ હાજર રાખવી જેથી કરીને કોઇ પણ સ્થિતી મા જાનહાની થી અને શોટસર્કીટ થી બચી શકાય. દરેક ઉધોગકારો તા.૧૭/૫ ના સવારે ૧૦.૦૦ વાગ્યા સુધી મા દરેક કારીગરો તેમજ ઇમરજન્સી માટે દરેક ભાગીદારો તેમજ એક ટીમની રચના કરીને સ્થળાંતર ની જરુરીયાત હોય તો તે પણ કરી લેવુ કોઇ પણ કારીગરો ને પતરા વારી રૂમ કે કાચી રૂમમા રહેવાની સ્પષ્ટ મનાઇ કરવી અને કોઇ પણ લોકો વાવાઝોડા દરમ્યાન બહાર ના નિકળે તે માટે સુચના આપવી.

પ્લાન્ટમાં આજે જ ડીઝલ અને તાલપત્રી મંગાવી લેવા. દરવાજા શટર ચેક કરી લેવા અને તેમની પાછળ ટેકા માટે પાઇપ કે લાકડાનીઙ્ગવ્યવસ્થા રાખવી. જે દિશામાં થી પવન આવતો હોય તે બાજુના દરવાજા બંધ કરી સામે ની બાજુ ના ખુલ્લા રાખવા પવન નિકાલ માટેઙ્ગ શકય હોય ત્યાં સુધી ૧૭/૫ થી ૧૮ / ૫. સુધી સ્પ્રેડ્રાયર તેમજ જરૂરીયાત ના હોય તે ઉત્પાદન ઙ્ગબંધ રાખવા. અત્યારે હાઈટ ઉપર માણસો ને જવા દેવા નહી. જે દરવાજામા શટરના હોય ત્યાં પેલેટ ગોઠવી તાલપત્રી ટાઈટ બાંધી દેવી. ગ્રાઉન્ડમાં ઉડે એવા પતરા કે હલકી વજન વગરની વસ્તુ ને યોગ્ય જગ્યા એ દબાવીને સલામત રાખવી.  સુપરવાઈઝર અને પ્રોડકશન ટીમે એલર્ટ રહીને લોકોને જવાબદારી સોંપીને કારીગરોને બહાર નીકળવા દેવા નહી. વાયરમેન તેમજ મીકેનીકલ ટીમને સ્ટેન્ડ બાય રાખવા.

(1:44 pm IST)
  • તૌકતે ઇફેક્ટ : ગીરસોમનાથ જિલ્લાના તલાળામાં એક મોબાઈલ ટાવર ધરાશાયી થવાના સમાચાર આવ્યા છે. દયાનંદ સોસાયટીમાં અગાશી પર લગાવેલા મોબાઈલ ટાવર ધરાશાયી થયો છે. ચક્રવાતના ભારે પવનના કારણે મોબાઈલ ટાવર ધરાશાયી થયો છે. સદનસીબે કોઈ જ જાનહાનિના સમચાર આવ્યા નથી. access_time 1:40 am IST

  • ભારતીય હવામાન ખાતા દ્વારા અત્યંત તીવ્ર ચક્રવાતી સમુદ્રી તોફાન ''તૌકતે'' સંદર્ભે જણાવ્યા મુજબ આ વાવાઝોડું આજે  સાંજે 6:30 કલાકે દક્ષિણપૂર્વ દીવથી ફક્ત 70 કિ.મી. દૂર સ્થિત છે. ''તૌકતે'' વાવાઝોડું ઉત્તર દિશામાં છેલ્લા છ કલાકમાં 17 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન ખાતા દ્વારા જણાવ્યાનુસાર આ વાવાઝોડું આજે રાત્રે પોરબંદર અને મહુવાની વચ્ચે ગુજરાતમાં રાત્રિના 08.00 થી 11.00 કલાક દરમિયાન  155 થી 165  કિ.મી. પ્રતિ કલાક પવનની ગતિથી પ્રવેશવાની શકયતા છે. પવનની ઝડપ 185 કિ.મી. પ્રતિ કલાક સુધી વધી શકે છે. access_time 8:15 pm IST

  • સરકારે સત્તાવાર રીતે આજથી તેના કોવિડ ટ્રીટમેન્ટ પ્રોટોકોલમાંથી 'પ્લાઝ્મા થેરપી' આખરે કાઢી નાખી છે. (ન્યૂઝફર્સ્ટ) access_time 10:32 pm IST