Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

મોરબી : વાવાઝોડાના પગલે બિલ્ડરો સાથે મીટીંગ કરી બાંધકામ સાઇટો માટે સૂચના જારી કરાઈ

સીટી પીઆઇ સોનારાએ બિલ્ડરોને તકેદારીના પગલાં લેવા જરૂરી સૂચના આપી : બાંધકામ સાઈટ પર આવનારી સંભવિત આફતોમાં મદદ મેળવવા બિલ્ડર એસો.ને જાહેર કર્યા મોબાઈલ નંબરો

મોરબી: સંભવિત વાવાઝોડાને લઈને મોરબી સીટી પોલીસ ઇન્સ્પેકટર સોનારાએ મોરબી શહેરમાં બાંધકામ સાઈટ પર કામ ચાલતું હોય એવા બિલ્ડરો સાથે મીટીંગ યોજી તકેદારીના તમામ પગલાં લેવા સૂચના જારી કરી છે. સાથોસાથ કુદરતી આફત સામે કોઈ મુશ્કેલી સર્જાય તો મદદ માટે બિલ્ડર એસો. દ્વારા મોબાઈલ નંબર જાહેર કરાયા છે.

મોરબીમાં હવામાન ખાતાની વાવાઝોડાની આગાહીના પગલે અગમચેતીના ભાગરૂપે મોરબી સીટી એ ડિવિઝન પીઆઇ સોનારાએ બિલ્ડરો સાથે મીટીંગ યોજી દરેક બિલ્ડરોને વહીવટી તંત્ર દ્વારા સુચના આપવામાં આવી છે કે, પોતાની ચાલતી બાંધકામ સાઈટ પરના મજુરોને સલામત સ્થળે રાખવાની ત્વરિત વ્યવસ્થા કરવી. સાઈટ પરના મસમોટા હોડીંગ તાત્કાલિક ઊતારી લેવા.સાઈટ પરના પતરા, ત્રાપા, ટેકા જેવા સામાન કે જેનાથી નુકસાન થાય તેવો સામાન ઊડે નહી તેની તકેદારી રાખવી. વહીવટી તંત્રની જરૂર જણાય ત્યાં સબંઘીત અધિકારીનો સંપર્ક કરવો. જેના પગલે બિલ્ડર એસોસિયેશન દ્વારા કોઈ બિલ્ડરો દ્વારા સલામત સ્થળની વ્યવસ્થા ન હોય તો નીચેના નંબરો પર કોન્ટેકટ કરવા એક યાદીમાં જણાવાયું છે. ભરતભાઈ બોપલીયા (9825141569), ભાવેશભાઇ કંઝારીયા (8000088880), રુચિરભાઈ કારીયા (9368011111)

(6:24 pm IST)
  • શ્રીનગરની ભાગોળે બે આતંકીઓ ઠાર મરાયા : બાકીના સાથે મૂઠભેડ ચાલુ : શ્રીનગરને અડીને આવેલા ખાન મોહ વિસ્તારમાં બે આતંકવાદીઓને સુરક્ષાદળોએ ઠાર માર્યા છે, જયારે બીજા ૨ થી ૩ આતંકવાદીઓ સાથે મૂઠભેડ ચાલુ છે : આજે વ્હેલી સવારે આ વિસ્તારમાં આતંકીઓ જોવા મળ્યાની જાણ થતાં એસઓજી, લશ્કર અને સીઆરપીએફની સંયુકત ટુકડી પહોંચી ગયેલ અને એક મકાનમાં છુપાયેલા આતંકીઓ સાથે મૂઠભેડ શરૂ થયેલ : સુરક્ષા કર્મીઓ ઘર-ઘરની તલાશી લેતા હતા ત્યારે એક મકાનમાં છુપાયેલા આ આતંકીઓએ નજીક આવેલા જવાનો ઉપર ગોળીબાર શરૂ કરેલ : સુરક્ષાદળોએ આત્મસમર્પણ કરવા કહ્યુ છતા આતંકીઓએ ગોળીબાર ચાલુ રહેતા બે ને ઠાર મારવામાં આવેલ access_time 12:15 pm IST

  • ભારતીય હવામાન ખાતા દ્વારા અત્યંત તીવ્ર ચક્રવાતી સમુદ્રી તોફાન ''તૌકતે'' સંદર્ભે જણાવ્યા મુજબ આ વાવાઝોડું આજે  સાંજે 6:30 કલાકે દક્ષિણપૂર્વ દીવથી ફક્ત 70 કિ.મી. દૂર સ્થિત છે. ''તૌકતે'' વાવાઝોડું ઉત્તર દિશામાં છેલ્લા છ કલાકમાં 17 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન ખાતા દ્વારા જણાવ્યાનુસાર આ વાવાઝોડું આજે રાત્રે પોરબંદર અને મહુવાની વચ્ચે ગુજરાતમાં રાત્રિના 08.00 થી 11.00 કલાક દરમિયાન  155 થી 165  કિ.મી. પ્રતિ કલાક પવનની ગતિથી પ્રવેશવાની શકયતા છે. પવનની ઝડપ 185 કિ.મી. પ્રતિ કલાક સુધી વધી શકે છે. access_time 8:15 pm IST

  • વાવાઝોડા- ભારે વરસાદની આગાહી સંદર્ભે આજી નદી કાંઠે રેડ એલર્ટ : રાજકોટમાં નદી કાંઠાના જંગલેશ્વર-બેડીપરા-રામનાથપરા વિસ્તારમાં માઇક દ્વારા લોકોને સાવચેત રહેવા ચેતવણી અપાઇઃ નદીના પટ્ટમાં અવર-જવર પર પ્રતિબંધઃ જરૂર પડે ૭૦૦ થી ૮૦૦નાં સ્થળાંતર માટે રેસ્કયુ સેન્ટર તૈયાર રખાયાઃ રબ્બર બોટ, દોરડા, ટયુબ સહિતનાં સાધનો સાથે રેસ્કયુ ટીમો તૈનાત access_time 12:15 pm IST